________________
બે બોલ
કર્મસાહિત્યના અભ્યાસકોની વિશેષ જિજ્ઞાસાને સંતોષનાર અને કર્મસંબંધી અનેક વિષયોનું સુંદર રીતે પ્રતિપાદન કરનાર “પંચસંગ્રહ' નામક ગ્રંથ જૈનદર્શનના અનેક પ્રસિદ્ધ ગ્રંથોમાંનો એક છે.
પંચસંગ્રહ ભા. ૧ અને ભા. ૨ એમ બે વિભાગમાં ગુજરાતી ભાષાન્તર સ્વ. પં. શ્રી હીરાલાલભાઈ દેવચંદ દ્વારા લગભગ ૩૬ વર્ષ પૂર્વે પ્રસિદ્ધ થયેલ. પણ હાલમાં તેની નકલો અપ્રાપ્ય હોવાથી કર્મગ્રંથોના અભ્યાસ પછી વિશેષ અભ્યાસીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલી રહેતી હતી. આ હેતુથી “પંચસંગ્રહ' ગ્રંથનું ગુજરાતી ભાષામાં પુનઃ પ્રકાશન થાય તેની ઘણા સમયથી જરૂર હતી. આથી પંચસંગ્રહ ભા. ૧નું ગુજરાતી પ્રકાશન જે થઈ રહ્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે. "
આ પ્રકાશન સંબંધમાં સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્યરત્ન પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. શ્રીએ શુભ આશીર્વાદથી તથા સ્વ. આચાર્યદેવશ્રીના શિષ્યરત્ન સ્વપ. પૂ. પં. શ્રી કનકવિજયજી મ. શ્રીના શિષ્યરત્ન પ. પૂ. મુનિરાજશ્રી રુચકવિજયજી મહારાજ સાહેબ કે જેઓશ્રીને પૂર્વાચાર્યોના ગ્રંથપ્રકાશનમાં અનેરો રસ છે. તેઓશ્રીની સત્યેરણાથી આ ગ્રંથનું પુનઃ પ્રકાશન થઈ રહ્યું છે તે ખરેખર અવસરોચિત છે.
શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણાના અધ્યાપક, કર્મશાસ્ત્રના સારા અનુભવી પંશ્રી પુખરાજજી અમીચંદજીએ દરેક કારની પાછળ પ્રશ્નોત્તરી અને સારસંગ્રહ મૂકી તેમ જ જરૂરી યંત્રો તૈયાર કરાવી યોગ્ય સ્થળે મૂકી કર્મગ્રંથના અભ્યાસીઓની અનેક મુશ્કેલીઓ દૂર કરી આ પ્રકાશનનું સુંદર સંપાદન કરેલ છે, જે અત્યંત અનુમોદનીય છે. - પંચસંગ્રહ ભા. ૨ જો અથવા કમ્મપયડી ગ્રંથનું પણ આ રીતે સુંદર પ્રકાશન થાય, જેથી કર્મશાસ્ત્રના અભ્યાસીઓને વિશેષ સુગમતા થાય તે માટે યોગ્ય પ્રયત્નો કરવા પૂ. મહારાજશ્રીને નમ્રપણે વિનંતિ કરું છું.
અંતમાં અભ્યાસીવર્ગ આ પ્રકાશનનો સારી રીતે ઉપયોગ કરી પ્રેરકશ્રી તથા સંપાદકના પ્રયત્નને વિશેષ સાર્થક બનાવી સ્વ-પર કલ્યાણ સાધે એવી અંતકરણથી આશા રાખું છું. ઠે. ગોડીજી જૈન મંદિર, પાયધુની, મુંબઈ-૩ સં. ૨૦૨૭ જેઠ સુદ ૩
વસંતલાલ એમ. દોશી તા. ૨૭-પ-૭૧ ગુરુવાર
અધ્યાપક-શ્રી હીરસૂરીશ્વરજી જૈન સંસ્કૃત પાઠશાળા – ૧ –