Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

Previous | Next

Page 4
________________ પ્રકાશકીય નિવેદન विश्वोपकारि-श्रुतज्ञानाय नमः કર્મસિદ્ધાન્ત અને તદન્તર્ગત આ પંચસંગ્રહનું પઠનપાઠન કરનારા સુજ્ઞ મહાશયો આ ગ્રંથની મહત્તા અને વિશેષતા કેટલી છે તે સારી રીતે જાણે છે અને આ ગ્રંથનું અધ્યયન અને અધ્યાપન અનેક વર્ષોથી જિજ્ઞાસુ આત્માઓ કરી રહ્યા છે, એટલે આ વિષયમાં વધુ કંઈ લખવાની આવશ્યકતા અમને જણાતી નથી. પરંતુ સંસ્કૃત ભાષાના અજાણ એવા પણ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને આ વિષયનું જ્ઞાન સુલભ થાય તેથી વઢવાણનિવાસી સ્વ. પંડિતશ્રી હીરાલાલ દેવચંદભાઈએ આ ગ્રંથના પ્રથમ ભાગની મહોપકારી પૂજ્ય મલયગિરિજી મહારાજ કૃત ટીકાનો ગુજરાતી અનુવાદ તૈયાર કરી વિ. સંવત ૧૯૯૧માં પોતે જ તેનું પ્રથમ પ્રકાશન કરેલ. પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તે પુસ્તક દુર્લભ્ય થવા લાગ્યું તેથી આ વિષયના અભ્યાસકોની જરૂરિયાત પૂરી પાડવા સ્વ. પરમપૂજય પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ શ્રી વિજયભક્તિસૂરીશ્વરી મહારાજ સાહેબના સ્વ. શિષ્યરત્ન પન્યાસપ્રવર પરમપૂજ્ય ૧૦૦૮ શ્રી કનકવિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમપૂજ્ય મુનિશ્રી રુચકવિજયજી મહારાજ સાહેબને આ ગ્રંથનું પુનઃ પ્રકાશન કરાવવાની તીવ્ર ઉત્કઠા થઈ અને આ હકીકત આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મુંબઈ ગોડીજીમાં ચાલતી પરમપૂજય જગદગુરુ વિજયહીરસૂરીશ્વરજી પાઠશાળાના પંડિત શ્રી વસંતલાલ મફતલાલને જણાવી અને તેઓનો પણ આ કાર્યમાં સહકાર મળતાં પૂજયશ્રીની ઉત્કંઠા સક્રિય બની અને સ્વ. પંડિતશ્રી હીરાલાલ દેવચંદભાઈના લઘુભ્રાતા શ્રીયુત સુખલાલ દેવચંદભાઈને આ ઇચ્છા જણાવતાં તેઓશ્રીએ પણ આ ગ્રંથનું પુનઃ પ્રકાશન કરવા સહર્ષ મંજૂરી આપી. ત્યારબાદ પૂજ્યશ્રીએ યોગ્ય ફેરફાર સાથે આ ગ્રંથનું સંપાદન કરવાનું કાર્ય સંસ્થાના અધ્યાપક પુખરાજજી અમીચંદજીને જણાવેલ અને તેઓશ્રીએ અવિરતપણે બે વર્ષ સુધી પ્રયત્ન કરી આ ગ્રંથનો મૂળ અનુવાદ કાયમ રાખી ફૂટનોટો આદિમાં યોગ્ય ફેરફારો કરવા સાથે અભ્યાસકોની સરળતા માટે દરેક બારના અંતે મૂળ ગ્રંથના સારરૂપે છતાં ગહન વિષયને સરળ કરવાપૂર્વક અને કેટલાક નવીન ગહન પદાર્થોનું પણ જ્ઞાન થઈ શકે તે રીતે સારસંગ્રહ તથા પ્રશ્નોત્તરી જાતે તૈયાર કરેલ છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 858