________________
૧૩
એસો પંચનમુક્કારો | ૬ |
એ પાંચને કરેલ નમસ્કાર. ૬
બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુણિ એટલે શીયળની નવ વાડોને જાળવી રાખે. ક્ષેત્રનું જેમ વાડથી રક્ષણ થાય છે તેમ આ નવ વાડોથી શિયળનું રક્ષણ થાય છે.
૧. સ્ત્રી, પશુ, નપુંસક જયાં ન હોય ત્યાં વસે. ૨. સ્ત્રીની સાથે રાગથી વાતો કરે નહિ. ૩. સ્ત્રી બેઠી હોય તે આસને પુરુષ બે ઘડી સુધી બેસે નહિ અને
પુરુષ બેઠો હોય તે આસને સ્ત્રી ત્રણ પોર સુધી બેસે નહિ. ૪. રાગ વડે સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ. ૫. સ્ત્રી-પુરુષ સુતાં હોય અગર કામભોગની વાત કરતાં હોય
ત્યાં ભીંતના આંતરે રહે નહિ. ૬. અગાઉ ભોગવેલા વિષયાદિને સંભારે નહિ. ૭. સ્નિગ્ધ આહાર કરે નહિ. ૮. નીરસ એવો પણ અધિક આહાર કરે નહિ. ૯. શરીરની શોભા-ટાપટીપ કરે નહિ.
સંસારની પરંપરા જેનાથી વધે તે કષાય. તેના ચાર પ્રકાર છે. (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ - એ ચાર કષાય આચાર્ય મહારાજ કરે નહિ.
મહાવ્રત એટલે મોટાં વ્રત. પાળવામાં આકરાં હોય તે મહાવત પાંચ છે.