Book Title: Nishadhkumar charitra
Author(s): Vardhaman Sthanakvasi Jain Shravak Sangh
Publisher: Sankliben Kapurchand Gandhi

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકનું નિવેદન ઘણાં વરસ પહેલાં, ખા. બ્ર. વિદુષી પૂ. લીલાવતીબાઈ મહાસતીજી ગ્રામાનુગ્રામ વિદ્યાર કરતાં, અમાશ ગામ મેદરડા પધારેલા ત્યારે તેમની યુવાન વયમાં, જુસ્સાદાર વ્યાખ્યાન તથા તેમનાં ચારિત્રમળથી પ્રભાવિત થઈને, અમારા ગામના નગર શેઠ શ્રી રતીલાલ આણુ દજીભાઈ એ, ફક્ત ૩૭ વર્ષની યુવાન વયમાં સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ તથા ખીજા ઘણા ભાઈ–બહેનેાએ, નાનાં માટા વ્રત ગ્રહણ કરેલ તેમજ સંઘજમણુ વગેરે શાસન પ્રભાવનાનાં કાય થયેલ. ત્યારથીજ તેઓની વૈરાગ્ય ઝરતી વાણી સાંભળવા હું ઉત્સુક રહેતી. ઘાટકોપર સંઘના પ્રમળ પુણ્યાયે સં. ૨૦૨૭ નું ચાતુર્માસ પ્રસ્તુત મહાસતીજીઓનુ' ઘાટકોપરમાં થયું, પૂ. મહાસતીજીની ખેલવાની સરલ અને સચાટ શૈલી, તેમજ તળપદી ભાષામાં શાશ્વસંગત વ્યાખ્યાન આપે, જેથી નાના મેાટા બધાયને તેમાં રસ આવે. દુહા, કાવ્યા, Àાકી બધા સાધ્વીજીએ, સાથે ખેલે, જેથી શ્રોતાએના હૈયા ડોલી ઉઠે. અમારા જેવાને તા સાંભળવાનું મન થાય, પણ યુવાન અને માળકો એક ધ્યાને સાંભળતા. જેનાં ફળ સ્વરૂપે ઘાટકોપરમાં ઘણા મેાટા પ્રમાણમાં તપશ્ચર્યાએ થઈ. તેમાં મારા લાડીલા પૌત્ર ચિ. સુધીર વ્રજલાલે ઈજનેરના અભ્યાસ કરતાં, પહેલી વખત અડાઇ કરી. તેમજ પૌત્રી સુધા કાંતિલાલે બી. એ. ના અભ્યાસ કરતાં ૬ ઉપવાસની તપસ્યા કરી, તથા મારા સુપુત્ર વૃજલાલે, મુંબઇનાં ધમાલીયા જીવનમાં રહેતા છતાં આજીવન ચૌવિહાર કરવાનું વ્રત સ્વીકાર્યુ. આથી મને એમ લાગ્યું કે આ વીરવાણીના પ્રકાશનના લાભ શ્રી સંઘ જો મને આપે, તા હું મારી જાતને ધન્ય માનીશ. શ્રીસÛ મારી વિનતી સ્વીકારી તે બદલ શ્રીસંધના હું આભાર માનુ છું. એષદાયક પુસ્તકો જ્યાં ત્યાં નહિ. રખડાવતાં, સાચવીને રાખવા તેમજ કબાટમાં મૂકી ન રાખતાં, સમયે સમયે તેનું વાંચન કરવું. અને ખીજાને પણ તે વાંચવાના લાભ આપવા, તેવી મારી વિનંતી છે. આવા વૈરાગ્ય પ્રેરક પુસ્તકાની કિંમત નાના ગામડાંઓમાં તથા પરદેશામાં બહુ હોય છે, કેમ કે તેઓને ત્યાં સંત સતીજીનાં પગલાં થતાં નથી તે તેવાં સ્થળે પશુ આ પુસ્તકે માકલવા વિનતી છે. : પ્રકાશક : સાંકળીબાઈ કપુરચંદ ગાંધી.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 654