________________
શ્રીનેમિનાથ અને રાઇમતીને પહેલે તથા બીજે ભવ–અચળપુર નગરના વિક્રમધન રાજાની ધારિણી નામની રાણીએ સ્વપ્નમાં આમ્રવૃક્ષ જે, અને તે સ્વપ્નમાં જો કોઈ પુરૂષે આવી “આ આમ્રવૃક્ષ નવ વાર ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ફળ આપશે એમ કહ્યું. સ્વપ્ન પાઠકોને પૂછતાં તેમણે “આ સ્વપ્નથી મહા પરાક્રમી પુત્ર થશે એમ કહ્યું. પરંતુ નવ વાર ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ કુળદેવાનું જે કહ્યું તેમાં તેમણે પિતાનું અજ્ઞાનપણુ જણાવ્યું. પછી પૂર્ણ સમયે પુત્ર જન્મ થયે. તેનું ધન નામ પાડ્યું.
કુસુમપુરના રાજા સિંહને વિમળા નામની પત્નીથી ઉત્પન્ન થયેલી ધનવતી નામે કન્યા હતી. તે એકદા વનમાં ક્રિીડા કરવા ગઈ. ત્યાં તેણીને એક ચિત્રકાર મળે. તેની પાસે ચિત્રપટમાં ધનનું ચિત્ર આળેખેલું હતું, તે જોઈ ધનવતીને તેના પર રાગ . તેણીને કમલવતી નામની સખીને સાંત્વન
હ્યું. ત્યારપછી એકદા તે કુસુમપુરમાં અચળપુરથી એક દૂત આવ્યે. તેણે સિંહ રાજા પાસે ધનના રૂપ, ગુણ અને કળાદિકની પ્રશંસા કરી. તે સાંભળી સિંહ રાજાએ પિતાની ધનવતી કન્યા સાથે ધન કુમારને સંબંધ કરવા માટે વિક્રમ ધન રાજાની પાસે તે જ દૂતને મોકલ્યા. ધન અને ધનવતીએ પરસ્પર પ્રીતિનો પત્ર લખી મોકલ્યા. છેવટે તે બન્નેનાં લગ્ન થયાં
એકદી અચળપુરના ઉધાનમાં ચતુર્કીની વસુ ધર નામના મુનિ પધાર્યા તેને વંદના કરવા માટે વિક્રમધન રાજા કુટુંબ સહિત ગયા. ત્યાં રાજાએ સ્વનિપાઠકએ નહીં જાણેલું ધારિણીના શેલ સ્વપ્નનું ફળ પૂછયું, ત્યારે ગુરૂએ મન:પર્યવ અને અવધિજ્ઞાનથી કેવળીને પૂછી નવ ભવવાળું શ્રીનેમિનાથનું ચારત્ર જાણ સંપૂર્ણ રવનનું ફળ કહ્યું. એકદા ધન કુમાર ધનવતીની સાથે ક્રિીડા કરવા સરોવરમાં ગયે. ત્યાં તેણે એક મૂછ પામેલા મુનિને જોયા. તેણે ઉપચાર કરી મુનિને સાવધાન કર્યા મુનિએ તેમને ધર્મોપદેશ સંભળાવ્યો. ધન અને ધનવતીએ શ્રાવકધર્મ અગીકાર કર્યો. છેવટે પિતાના ત્યંત નામના કુમારને રાજ્ય પર સ્થાપન કરી ધનદત્ત અને ધનદેવ નામના ભાઈએ અને ધનવતી રાણી સહિત ધન રાજાએ વસુંધર મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. છેવટે તે સર્વે સૌધર્મ દેવલોકમાં ગયા.
ત્રિી તથા એ ભવ–વૈતાઢય પર્વત ઉપર સુરતેજ નામના નગરમાં સુર નામે વિદ્યાધર રાજા હતા. તેને વિવૃત્મતી નામની રાણી હતી. તેની