Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 6
________________ જ અને લખો. મહાત્માઓના વચનને - સૂચનને આજ્ઞારૂપ સમજી અમલ કરવો તે કર્તવ્ય છે. છતાં પૂછાઈ ગયું કે સાહેબજી ! નવતત્ત્વના ગ્રંથો, પુસ્તકો, ટીકાઓ વિગેરેનું નિરૂપણ મહાન મુનિઓએ પંડિતોએ અને અભ્યાસીઓએ કરેલું છે. મારો વિશેષ અભ્યાસ પણ નથી તેથી નવતત્ત્વનું લેખન મારે માટે અઘરું નહિ થાય? સાહેબજી કહે તમે પૂ. શ્રી ઉદયરત્નસૂરીશ્વરજી રચિત નવતત્ત્વ વિસ્તારાર્થ બેત્રણ વાર વાંચો. ન સમજાય તે પૂછજો. પછી પ્રયત્ન કરજો. તેઓના આ આદેશ પ્રમાણે તે ગ્રંથનો અભ્યાસ કર્યો. સવિશેષ તો તેમના સંકેતમાં કૃપા હતી તેમ માની લેખન શરૂ કર્યું. વાસ્તવમાં તો એ સંકલન કે ઉતારો કહીએ તો ચાલે. જો કે મનમાં કંઈક મુંઝવણ હતી પરંતુ યોગાનુયોગ ચાતુર્માસમાં અમદાવાદમાં રહેલા પૂ. શ્રી લાવણ્યશ્રીના પ્રશિષ્યા ચારિત્રશીલ વિદ્વાન વિદૂષી શ્રી નંદિયશા સાધ્વીજીનું યોગ્ય માર્ગદર્શન મળતું રહ્યું તેમનો સહયોગ મળ્યો તેથી નિશ્ચિતતા રહી, છતાં આમાં સ્વતંત્ર કશું નથી પણ એક સંકલન છે. તેમાં કાંઈ પણ ક્ષતિ રહી હોય કે પાઠાંતર થયું હોય તો તે મારી અલ્પતાનો દોષ ગણી સૌ ક્ષમા ધારણ કરે. પંડિતજનો તેને સુધારીને વાંચે તેવી વિનંતિ છે. આ ગ્રંથ લેખનમાં નીચેના ગ્રંથોની સહાય લીધી છે. ૧) આચાર્ય પૂજ્યપાદ શ્રી ઊદયસૂરીશ્વરજી રચિત “નવતત્ત્વ વિસ્તારાર્થ.” ૨) પૂજ્યપાદ આચાર્યશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી રચિત “તત્ત્વજ્ઞાન પ્રવેશિકા.” ૩) વિવેચનકાર પ્રજ્ઞાચક્ષુ શ્રી પંડિત સુખલાલજી રચિત “શ્રી તત્ત્વાર્થસૂત્ર.” ૪) પૂજ્યપાદ મુનિ શ્રી જિતેન્દ્ર વિજયજી મહારાજ રચિત “સચિત્ર નવતત્ત્વ' માંથી ચિત્રોનું સંકલન. આવા ધાર્મિક ગ્રંથનું લેખન અધ્યયન એ વાસ્તવમાં તો તપની આરાધના છે. આજનો પ્રવર્તમાન યુગ બુદ્ધિપ્રધાન છે છતાં આશ્ચર્ય છે કે બુદ્ધિમાનો સાચા સુખનો ઉપાય શોધી સકતા નથી. વિજ્ઞાનના વિકાસ સાથે અતૃપ્તિનું દુઃખ વિકાસ પામ્યું છે. તેનું નિવારણ બુદ્ધિની વૃદ્ધિથી નહિ પણ બુદ્ધિની શુદ્ધિથી થાય છે. તે શુદ્ધિ તત્ત્વના અભ્યાસ અને શ્રદ્ધાથી થવી સંભવ છે. અર્થાત્ સાચા સુખની ચાવી તત્ત્વની શ્રદ્ધાથી મળે છે. માટે સુખના અભિલાષી સૌ ભવ્ય આત્માઓ આ નવતત્ત્વનો સરળ પરિચય પ્રેમપૂર્વક શ્રદ્ધા સહિત કરશે તો તેમને અપૂર્વ લાભ થશે તે નિઃશક છે. પ્રસ્તુત પુસ્તકનો અભ્યાસ સરળતાથી થવાને કારણે પુસ્તકોની માંગ વધતી રહી છે. લગભગ ૧૦,000 જેવા જિજ્ઞાસુઓએ પ્રસ્તુત પુસ્તકનો અભ્યાસ કર્યો છે. આથી ક્રમશઃ આ પાંચમી આવૃત્તિ પ્રગટ થઈ શકી છે. પ્રસ્તુત પુસ્તકમાં ગુણાનુરાગી અમેરીકાના જિજ્ઞાસુઓનો સહયોગ મળ્યો છે. અભિવાદન, સુનંદાબહેન % B%85%90%80%E0%AA%A6% 95%e0%86%e0aa96 %%B9%89 % 80%% Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 138