Book Title: Navtattvano Saral Parichay Author(s): Sunandaben Vohra Publisher: Gunanuragi Mitro View full book textPage 4
________________ 0 00000000000000000000000 0000000000028%e0%aeeeeeeAAAAA%90%80%%aaosaaos20000000000000 વંદે વિરમ વિભાગ ૧ - ૨ વિષેની કેટલીક સૂચનાઓ આ પુસ્તકમાં પ્રસ્તુત નવતત્ત્વનો અભ્યાસ નવા અને જૂના અભ્યાસીઓ સરળતાથી કરે તે માટે બે વિભાગ અલગ કરવામાં આવ્યા છે. બંનેમાં રજૂઆત તો નવતત્ત્વની છે પણ જેમ ૧ થી ૧૦ ના આંકડા બરાબર શીખ્યા પછી આગળના દસક કે શતકના અંકો શીખવા સરળ પડે છે તેમ આ વિભાગ વિષે છે. પ્રથમ વિભાગમાં નવતત્ત્વની પ્રાથમિક, સરળ અને સંક્ષિપ્ત રજૂઆત કરી છે. વિભાગ બીજામાં તે જ નવતત્ત્વ કંઈ વિશદતાથી અને વિશેષ અર્થગ્રાહ્ય થાય તે રીતે રજૂઆત કરી છે તેમાં થોડું પુનરાવર્તન છે તે સકારણ છે. જેને થોડો અભ્યાસ છે તેણે પ્રાથમિક વિભાગ જોઈ જવો અને પછી બીજા વિભાગનો અભ્યાસ કરવો, છતાં કોઈ અધિકારી કે ગુરુજનો પાસે અભ્યાસ કરવાથી તેમાં શીધ્ર લાભ થશે. રુચિ અને રસ વધતા તત્ત્વોનું રહસ્ય સમજાશે. તત્ત્વ સમજવાનું અઘરું છે તેમ કરી પુસ્તકને ઘરમાં મૂકી દેવું, એવો ભાવ મિથ્યાભાવ મનાય છે, જેથી જ્ઞાનાવરણ ટળતું નથી. સંસારમાં ઘણા અઘરા કાર્યો કર્યાં છે, હવે એક દાવ આ ક્ષેત્રે લગાવવો, જેથી દુર્લભ તેવું સ્વરૂપ દર્શન પ્રાપ્ત થાય કે જે જન્મ-મરણનાં દુ:ખને દૂર કરવાનો સાચો ઊપાય છે, અર્થાતુ સુખપ્રાપ્તિનું સાધન છે. તત્ત્વાર્થની શ્રદ્ધા એ તેનો ઉપાય છે. જે કોઈ મહાત્માઓએ સાચા સુખની પ્રાપ્તિ કરી તે આ ઉપાયથી જ કરી છે. ભવિષ્યમાં પણ તેમ થશે. આપણે વર્તમાનમાં તે ઉપાયને સાધ્ય કરવાનો છે. સવિશેષ તો એ છે કે તત્ત્વજ્ઞાન જીવને સવિચાર આપે છે. ધર્મ જીવનને શુદ્ધ આચાર આપે છે. બંનેના સમન્વયથી સમ્ય દર્શન પ્રગટ થાય છે. પ્રસ્તુત નવતત્ત્વનો સરળ પરિચય પુસ્તક અભ્યાસીઓ માટે લાભદાયી નિવડ્યું છે. સરળ રીતે અભ્યાસ થઈ શકવા યોગ્ય હોવાથી પુસ્તકની માંગણી વધતી જાય છે. આથી આ ચોથી આવૃત્તિ પ્રગટ કરતાં આનંદ થાય છે. “દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદઘન મહારાજ'' વિનીત લેખક SSSSSSSSSSSSSSSSS000000000000000000000000000000000000000 0 S 000000000°°°°°°°E/PP/POOOOOOOOOOOOOOOPI' 68000000000000000000000000000000000289%8B%20%A9Rs8c60099eeeeeeeeeeeeeeeeeeeeeeee20000000000000000000000000 20000000 જ્ઞાન : મોક્ષના ઉપાયનું જ્ઞાન. દર્શન : સમ્યગ જ્ઞાનથી નક્કી થયેલા મોક્ષના ઉપાયો ઉપરની અચળશ્રદ્ધા. ચારિત્ર : સમ્યગ જ્ઞાન-દર્શનથી જાણેલા મોક્ષના ઉપાયની ઉપાસના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 138