Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 5
________________ વંદે શ્રી જ્ઞાતનંદનમ્ પ્રાસંગિક પ્રથમ આવૃત્તિ સમયે સૌને સુવિદિત છે કે નવતત્ત્વનું નિરૂપણ સર્વજ્ઞ પરમાત્માએ કર્યું છે. તેને શ્રી ગણધરાદિ ભગવંતોએ સૂત્રબદ્ધ કર્યું, અને પરંપરાગત આચાર્ય ભગવંતોએ તે શાસ્ત્રબદ્ધ કર્યું. વળી જ્ઞાન પ્રભાવક આત્માર્થીજનોએ તેને સરળ ભાષામાં લોકભોગ્ય પણ બનાવ્યું. આમ નવતત્ત્વ વિષયના નાના મોટા અનેક ગ્રંથો પ્રકાશિત થઈ પ્રસિદ્ધ થયા છે. સદ્ભાગ્યે આ નવતત્ત્વનો અભ્યાસ કરવાની તક પંડિતજનો પાસે મળતી રહી, તેમાં ઘણું ઉચ્ચ તત્ત્વ જાણવા મળ્યું, અને ધર્મશ્રદ્ધા પ્રબળ થઈ. સવિશેષતો આ તત્ત્વનાં સૂક્ષ્મ રહસ્યોને જાણવાથી સર્વજ્ઞ પરમાત્માનો સર્વજ્ઞપણાનો અતિ મહિમા શ્રદ્ધાવંત થયો અને એ જ પ્રભુનો મહાન ઉપકાર છે તેવું ભાન થયું. સમસ્ત વિશ્વનું સુખ આ નવતત્ત્વની શ્રદ્ધામા પ્રગટી શકે છે તેમ કહીએ તો અસ્થાને નથી. અર્થાત એ શ્રદ્ધા ભવમુક્તિનું બીજ છે. પ્રભુના આ ઉપકારનો બદલો વાળવાનું આપણું શું ગજું ? અને નિસ્પૃહ પરમાત્માને તો બદલો શું હોય ? છતાં આ તત્ત્વના અભ્યાસમાં જે લાભ થયો તે અન્યને મળે તેવી ભાવના થઈ. તેમાં યોગાનુયોગ શ્રી કલાપૂર્ણસૂરિ આચાર્ય ભગવંતની તત્ત્વજ્ઞાન પ્રવેશિકા (જૂની આવૃત્તિ) કોઈની પાસે જોવા મળી. અને તે પુસ્તિકા હસ્તગત થતાં પાને પાને નજર ઠરી ગઈ કે આ પુસ્તિકામાં કરેલી રચના સરળ અને લોકભાગ્ય છે. જિજ્ઞાસુઓને એના અભ્યાસ વડે શ્રદ્ધા થાય તો જીવનના સંઘર્ષો ટળી સુખપ્રાપ્ત થઈ શકે તેવું આ તત્ત્વોનું રહસ્ય છે. ૧૯૮૬-૮૭માં પરદેશ જવાનું થતા આ પુસ્તિકા મેળવી પરદેશના સત્સંગીઓને તેનો પરિચય કરાવ્યો પછી તો ક્રમે કરીને ૫૦૦ જેટલી પુસ્તિકા મંગાવી આફ્રિકા, લંડન, અમેરિકા, મુંબઈ, અમદાવાદ જ્યાં જ્યાં અવસર મળ્યો ત્યાં ત્યાં આ પુસ્તિકાના આધારે અધ્યયન વર્ગ ચલાવ્યા. સ્વ-પર શ્રેયની સહજ પ્રવૃત્તિ થઈ તેમાં ઘણો આત્મલાભ થયો. ઇ.સ. ૧૯૮૮માં યોગાનુયોગ કચ્છમાં યાત્રાએ જવાનું થયું ત્યારે આચાર્યશ્રીના દર્શનનો પ્રત્યક્ષ લાભ મળ્યો. તેમણે આ પુસ્તિકાનો અભ્યાસ કેવી રીતે કરાવવો તેનું માર્ગદર્શન પણ આપ્યું. તેઓશ્રીએ આ બાબતમાં પોતાની જે પ્રસન્નતા વ્યક્ત કરી તે મારે માટે શુભ-આશિષ હતી. તેથી આ પુસ્તિકાનો અભ્યાસ પુનઃ પુનઃ થતો રહ્યો. ઘણા જિજ્ઞાસુઓ તત્ત્વરુચિ પ્રત્યે વળ્યા અને તત્ત્વના અભ્યાસથી જીવન પરિવર્તન પામે છે, તે નિઃસંશય છે તેમ તેમનો અનુભવ જાણવા મળ્યો. પૂર્વ પુણ્યયોગે અમદાવાદમાં વિચરતા આચાર્યશ્રી ભગવંત ભદ્રંકર સૂરિશ્વરજીના દર્શનાર્થે જવાનું થતું. તત્ત્વના ગૂઢ રહસ્યોના શબ્દાર્થ કે ભાવાર્થમાં કંઈ મુશ્કેલી પડે ત્યારે તેઓ અનુભવ વડે ઉત્તમ માર્ગદર્શન આપતા. તેવા એક પ્રસંગે તેઓએ સહજ સંકેત કર્યો કે તમારો અભ્યાસ અને લેખન સરળ છે માટે નવતત્ત્વને સરળ ભાષામાં સૌને શીખવતા રહો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 138