Book Title: Navtattva Part 02 Author(s): Vijayravishekharsuri Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala View full book textPage 9
________________ પ્રકાશકની નજરે.. જિનશાસન એ કોઈ સંપ્રદાય કે વાડ નથી પણ વિશ્વનું એકમાત્ર સત્ય “તત્ત્વરૂપ”, “ગુણરૂપ” શાસન છે. તેમાં વ્યક્તિનું કોઈ મહત્ત્વ આંકવામાં આવ્યું નથી, માત્ર ગુણપ્રધાનતા તેની યોગ્યતા છે. આત્માના પૂર્ણ શુદ્ધ અને અશુદ્ધ સ્વરૂપને બતાવી અનાદિથી અશુદ્ધ સ્વરૂપ બનેલા આત્માનું શુદ્ધ સ્વરૂપ કઈ રીતે પ્રગટ કરી શકાય તે માટે નિશ્ચય અને વ્યવહારરૂપ મોક્ષ માર્ગ જિનશાસને બતાવેલ છે. - જિનશાસનના સ્થાપક “તીર્થકરો” સંપૂર્ણ મોહથી મુક્ત બની પૂર્ણ વીતરાગ બનીને જ્યારે સર્વજ્ઞ બન્યા ત્યારપછી જ તેમણે ભવ્યજીવોને પોતાના સમાન વીતરાગ અને સર્વજ્ઞ બનવારૂપ મોક્ષ માર્ગ પ્રકાશ્યો. એ સમગ્ર મોક્ષમાર્ગ સત્ય તત્ત્વ રૂપ છે. નવતત્ત્વ એ સત્યતત્ત્વનું જ કથન છે. નવતત્ત્વને જાણ્યા વિના, સમજ્યા વિના પરમાત્માનો મોક્ષ માર્ગ સમજાય નહીં, અને જો તે સમજાય નહીં તો પછી તેનો સ્વીકાર કેવી રીતે થાય? માટે જ પરમાત્માના મોક્ષમાર્ગની આત્માની પ્રતીતિ કરવા નવ તત્ત્વોનું જ્ઞાન અનિવાર્ય છે. નવતત્ત્વ” ગ્રંથમાળામાં આ પહેલાનું પુસ્તક “જીવતત્ત્વ ભાગ-૧” પ્રકાશિત થયું જેમાં સર્વજીવોના એક પ્રકારના ભેદથી ૬ પ્રકારના ભેદ માં સમાવ્યા તથા તેની કર્મકૃત ૬ આવશ્યકની ગહન સમજણ આપવામાં આવી. હવે જીવતત્ત્વના પૂર્ણ નિર્ણય માટે અજીવતત્ત્વનો નિર્ણય થવો ખૂબ જ આવશ્યક નહીં પણ અત્યંત આવશ્યક છે. તેના વિના જીવતત્ત્વનો નિર્ણય થવો અતિદુષ્કર છે માટે જ આ “નવતત્ત્વ” ગ્રંથમાળાનો બીજો ભાગ “અજીવતત્ત્વ” યાને “આત્માનું ભેદવિજ્ઞાન અર્થાત્ ધ્યાનની પરમ ભૂમિકા” પુસ્તક ખૂબ જ મહત્ત્વનું અને અતિ જરૂરી છે. જ્યાં સુધી આત્માને જીવતત્ત્વ અને અજીવતત્ત્વબંને વિપરીત સ્વભાવ તથા ભિન્ન પ્રકૃતિવાળા છે તેવી ખાત્રી કે દઢ નિર્ણય નહીં થાય ત્યાં સુધી તે મોક્ષમાર્ગમાં પ્રયાણ નહીં કરી શકે કારણ કે આત્મા અનાદિથી અજીવમય બનીને જ રહેલો છે માટે તેને અજીવતત્ત્વનો પરિચય કરાવી આત્મા અનેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 338