Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 7
________________ પૂજ્ય વિજય રામચંદ્રસૂરિ મહારાજશ્રી એ સમ્યગદર્શન ગુણને પ્રગટાવવા શ્રાવક શ્રાવિકાઓને નવતત્ત્વ ભણવા પર ખાસ ભાર મૂક્યો છે. જ્ઞાતા કર્તા, ભોકતા, રમતા પરિણતિ ગેટ (અધ્યાત્મ ગીતા) જિનાજ્ઞા પણ તે જ. આજ્ઞા – આ = આત્મા, જ્ઞ = જ્ઞાતા. શેયના જ્ઞાતા બનવું તે જ જિન આજ્ઞા. આથી નવતત્ત્વમાં પણ પ્રથમ ગાથામાં - નવ તત્તા હૃતિ નાયબ્બા જીવ -અજીવ રૂપ નવ તત્ત્વોને આત્માએ જાણવા યોગ્ય છે. સર્વ જ્ઞેય જીવઅજીવમાં આવી જાય અને આત્માનો સ્વભાવ પણ સર્વ જ્ઞેયને જાણવાનો અર્થાત્ જિનની આજ્ઞા આત્માના જ્ઞાતા સ્વભાવમય બની સ્વ આનંદના ભોકતા બનવાનો છે. આનંદના ભોકતા બનવું અર્થાત્ ધ્યાનરૂપ બનવું, એ જ પ્રધાન આત્મહિત છે. ધ્યાન માટે આત્મજ્ઞાન જરૂરી. આત્મજ્ઞાન માટે સ્વ-પરનું ભેદજ્ઞાન જરૂરી. સ્વ-પરના ભેદજ્ઞાન માટે જીવ-અજીવનું જ્ઞાન જરૂરી. જીવ-અજીવનું ભેદજ્ઞાન થયા પછી જ અજીવમય બનેલા જીવના ભેદની રુચિ પ્રગટ થાય તો સમ્યગદર્શન ગણાય. આથી ભેદજ્ઞાનની રુચિરૂપ સમ્યગ્રદર્શન એ જ ધ્યાનની પરમ ભૂમિકા છે. ભેદની રુચિ વિના શુદ્ધ ધ્યાન ઘટે નહીં. આથી સમકિત, સહિત વિરતિવાળો જ ધ્યાનનો અધિકારી બને. ભેદજ્ઞાન માટે જ નવ તત્વમાં પરિણામી જીવ મુd, ગાથામાં પુદ્ગલના ૧૦ પરિણામની વાત કહી છે. પુદ્ગલના ૧૦ પરિણામો તથા આત્માના પરિણામોનું જો યથાર્થ જ્ઞાન થાય તો અજીવમય બનેલા જીવનું જ્ઞાન વાસ્તવિક થાય, તો અજીવમય બનતા જીવને અટકાવી શકાય અને અજીવમય બનેલા જીવને ધ્યાન યોગ વડે અજીવથી છૂટો પણ કરી શકાય. આ વાતને લક્ષ કરી સુરેન્દ્રનગર તથા રાજકોટમાં અજીવ તત્ત્વ પર જે વિસ્તારથી વાચના અપાઈ તેનું સંકલન કરી ભેદજ્ઞાનની સમજ આપતું આ પુસ્તક તૈયાર કરવાનો પ્રયાસ થયો છે. તેમાં સાધુ-સાધ્વી તથા શ્રાવકોની પણ સહાય લેવામાં આવી છે. આ પુસ્તકમાં કંઈ ક્ષતિ જણાય તેને વાચક વર્ગ સુધારીને વાંચે અને તે ક્ષતિ અમને જણાવવા કૃપા કરે જેથી ભવિષ્યમાં તે સુધારી શકાય. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ક્ષમા કરશો. સ્થળઃ મુંબઈ, સર્વોદયનગર, - રવિરોખારસૂરિજી મ.સા. જેઠ સુદ-૧, વિ.સ. ૨૦૦૫ કાર | જિજ્ઞાસુ વાચક વર્ગને ખાસ સૂચના: આ અજીવતત્વ ગ્રંથ ધ્યાનની પરમભમિકા અર્થાત આત્માના ભેદજ્ઞાન સ્વરૂપ હોવાથી અત્યંત મનનીય-ચિંતનીય છે. - a . ડાળીઓ કવિ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 338