Book Title: Navtattva Part 02
Author(s): Vijayravishekharsuri
Publisher: Prabhaben Mangaljibhai Shah Mahuwawala

View full book text
Previous | Next

Page 6
________________ ચાને અજીવ તત્ત્વ આત્માનું ભેદ વિજ્ઞાન ધ્યાનની પરમ ભૂમિકા અર્થાત્ मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत्। ध्यानसाध्यं मत्तं तच्च, तद् ध्यानं हितमात्मनः।। (યોગશાસ્ત્ર-૧૧૩) પરમ મહર્ષિ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યશ્રી યોગશાસ્ત્ર ગ્રંથમાં ફરમાવે છે કે મુમુક્ષુ આત્માને મનુષ્ય ભવની સફળતાનો માત્ર એક જ ઉપાય- સ્વાત્મહિતની પૂર્ણતા કરવી. આત્મહિત ધ્યાનથી થાય અને ધ્યાન માટે આત્મજ્ઞાન જરૂરી. માત્મજ્ઞાનપણનં ધ્યાન (અધ્યાત્મ સાર) આત્મજ્ઞાન જેમ જેમ સ્વાત્મામાં પરિણામ પામે તેમ તેમ તેનું ફળ ધ્યાન રૂપે થાય. આત્માનો મૂળ સ્વભાવજ્ઞાતા બનવાનો છે સાત વર્ના મોહતા રમતા રિતિ હ (અધ્યાત્મ ગીતા). શેયના જ્ઞાતા બની સ્વઆનંદના ભોકતા બનવું, તે જ વાસ્તવિક ધ્યાન યોગ (મોક્ષ યોગ), તો જ તાત્ત્વિક નિર્જરા થાય. પૂર્ણ કર્મ ક્ષય થાય ત્યારે પૂર્ણ મોક્ષ (શુદ્ધ-સિદ્ધાવસ્થા સ્વરૂપે પ્રગટ થવું), ત્યારે પૂર્ણ આત્મહિત થયું કહેવાય. કર્મક્ષય માટે ધ્યાન જરૂરી, અને ધ્યાન માટે આત્મજ્ઞાન જરૂરી. આત્મજ્ઞાનના ઉપાયરૂપે પૂ. મહોપાધ્યાય મ.સા.એ અધ્યાત્મસાર ગ્રંથમાં આત્મનિશ્ચયના ૧૮મા અધિકારમા ફરમાવ્યું છે કેઃ नवानामपि तत्त्वानां ज्ञानमात्मप्रसिद्धये। येनाअजीवादयो भावाः, स्वभेद प्रतियोगिनः॥३॥ જીવાદિ નવતત્ત્વના જ્ઞાનથી આત્મતત્વની પ્રતીતિ (ખાતરી) થાય છે અર્થાત્ પોતે જીવ સ્વરૂપે પુદ્ગલથી નિરાળો, નિર્લેપ, અરૂપી, જ્ઞાનાદિ ગુણમય આત્મા છે એટલે કે શરીરથી આત્મા ભિન્ન છે. વર્તમાનમાં અનાદિ કર્મ પુદ્ગલના સંયોગના કારણે જીવ અજીવમય-શરીરમય-રૂપમય થઈ ગયો છે. આથી જીવના પ્રતિપક્ષ અજીવના જ્ઞાનવિના જીવનું જ્ઞાન મેળવી શકે નહીં. જીવના જ્ઞાન માટે અજીવનું જ્ઞાન જરૂરી. આત્માનો સ્વભાવ પણ શેયના જ્ઞાતા બનવાનો છે. પરમ શાસનપ્રભાવક

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 338