Book Title: Nandisutt and Anuogaddaraim
Author(s): Devvachak, Aryarakshit, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૧૭]. ૧૧. શુદ્રિકા વિમાનપ્રવિભક્તિ
૨૧. વેલંધરોપપાત ૧૨. મહતી વિમાનપ્રવિભક્તિ
૨૨. દેવૈદ્રોપપાત ૧૩. અંગચૂલિકા
૨૩. ઉત્થાનશ્રત ૧૪. વર્ગચૂલિકા
૨૪. સમુપસ્થાનશ્રત ૧૫. વિવાહચૂલિકા
૨૫. નાગપરિજ્ઞા ૧૬. અરુણપપાત
૨૬. નિરયાવલિકા ૧૭. વરણપપાત
૨૭. કલ્પિકા ૧૮. ગરુડોપપાત
૨૮. કલ્પાવતંસિકા ૧૯. ધરણોપરાત
૨૯, પુષ્મિતા ૨૦. વૈશ્રમણોપાત
૩૦. પુષ્પચૂલિકા
૩૧. વૃષ્ણિદશાર" અને અંતે લખ્યું છે કે, “આદિ ૮૪ હજાર પ્રકીર્ણકો કહષભદેવનાં, સંખ્યાત હજાર પ્રકીર્ણકો વચલા તીર્થકરોનાં અને ૧૪ હજાર પ્રકીર્ણકો ભગવાન મહાવીરનાં સમજવાં, અને વળી અંતે લખ્યું છે જે તીર્થંકરોના જેટલા શિષ્યો ચતુવિધ બુદ્ધિથી સંપન્ન હોય તેટલાં સહસ્ત્ર અને જેટલા પ્રત્યેકબુદ્ધ હોય તેટલાં પણ સહસ્ત્ર સમજવાં.
નંદીએ ગણાવેલ આવશ્યકથી અતિરિક્ત એવા અંગબાહ્ય ગ્રંથો ૬૦ છે અને નંદીના કાળમાં એ બધા હશે તો પણ આજે તો એમાંના ઘણું નથી જ મળતા.
આગમોનું વર્ગીકરણ આપણે જોયું કે ગણિપિટકમાં સર્વપ્રથમ કેવળ અંગોનો જ સમાવેશ થયો. અને તેથી જે બહાર રહ્યું તે અંગબાહ્યમાં સમાવિષ્ટ થયું. આ ઉપરથી અંગપછી આગમોનો પ્રથમ વિભાગ અંગ અને અંગબાહ્ય એમ થયો. આનું જ બીજું નામ અંગ અને ઉપાંગ; અથવા અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ અથવા અંગ અને ઉપતંત્ર એમ પડયું. ઉમાસ્વાતિ અંગબાહ્ય અને ઉપાંગ એ બન્ને શબ્દોનો પ્રયોગ કરે છે, જ્યારે ધવલા અંગબાહ્ય અને ઉપતંત્ર એ શબ્દોનો પ્રયોગ કરે છે. નંદીસૂત્રના ઉલ્લેખ ઉપરથી એમ કહી શકાય કે અંગબાહ્યનું બીજું નામ પ્રકીર્ણક પણ હતું. વેદની જેમ અંગગ્રંથો નિયતકાલમાં જ ભણાતા તેથી તે કાલિક કહેવાયા. પણ અંગબાહ્યમાં એમ ન રહ્યું. કેટલાકનો કાળ નિયત હતો અને કેટલાકની અનિયત, આથી અંગબાહ્ય ગ્રંથોમાં બે ભેદ પડ્યા : કાલિક અને ઉત્કાલિક. આ ભેદ અનુયોગદ્વાર જેટલો તો જૂનો છે જ. આથી એમ કહી શકાય કે અનુયોગદ્વાર સુધીમાં અંગ અને અંગબાહ્ય તથા અંગબાહ્યમાં કાલિક અને ઉત્કાલિક એવા વિભાગો સ્થિર થયા હતા. ઉમાસ્વાતિ અને ધવલાના ઉલ્લેખોને આધારે એમ કહી શકાય કે
કાદિ અધ્યયનો યારેક પૃથક ગણાતાં. પણ એ અધ્યયનો આવશ્યકને નામે પ્રસિદ્ધિને પામ્યાં હશે ત્યારે તેમને આવશ્યક એવે નામે વિભાગ પૃથ ગણવામાં આવ્યો હશે. આમ અંગબાહ્યમાં અમુક અધ્યયનો જ્યારે આવશ્યકાન્તર્ગત થઈ ગયાં ત્યારે શેષ આવશ્યકતિરિક્ત
૨૦. આ ઉપરાંત પાક્ષિકસૂત્રમાં આશીવિષભાવના, દકિટવિષભાવના, સ્વપ્નભાવના, મહાસ્વનભાવના અને તેજસ
નિસર્ગનો નિર્દેશ છે. અને યોગનન્દીમાં તે ઉપરાંત સાગરપ્રજ્ઞતિ, વૃષ્ણિકા અને ચારણભાવનાનો ઉલલેખ છે. આમ તેની કુલ સંખ્યા ૩૯ થાય છે,
આ.મ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org