Book Title: Nandisutt and Anuogaddaraim
Author(s): Devvachak, Aryarakshit, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
..[૩૭]...
આચાર્ય શ્રી જિનભદ્રગણિએ વિશેષાવશ્યકભાષ્યમાં અને સંધદાસગણિએ બૃહત્કલ્પભાષ્યમાં કર્યું છે. અનુયોગવિષે પૂર્વમાં વિવરણ કર્યું જ છે એટલે નિયોગ આદિ વિષે વિચાર કરીએ.
બૃહત્કલ્પમાં નિયોગની વ્યાખ્યા આ પ્રમાણે છે——
——ગા૦ ૧૯૪
આનો સારાંશ એ છે કે સૂત્રમાં જ્યારે અર્થ જોડવામાં આવે ત્યારે તેનું મૂલ્ય વધી જાય છે, તેથી તેવો અર્થનો યોગ નિયોગ કહેવામાં આવે છે. કેવલ સૂત્ર કે કેવલ અર્થનું એટલું મૂલ્ય નથી જેટલું સૂત્ર સાથે જોડાયેલ અર્થનું છે; એટલે કે જ્યારે બંને ભેગા થાય ત્યારે મહત્ત્વ છે. કારણ કે તેમ થવાથી સૂત્રનું હાર્દ પ્રકટ થાય છે અને તેથી તેના ફળ રૂપે ચારિત્રની પ્રસુતિ થાય છે, જેથી મોક્ષ મળે છે. ગાય સાથે વાં જોડવામાં આવે ત્યારે દૂધ મળે છે તેના જેવું આ છે. અથવા તો રાજાએ લખી આપેલ કાગળનું મૂલ્ય જો તેમાં તેની મુદ્રા હોય તો જ છે અન્યથા નથી. તેમ સૂત્રનું મૂલ્ય અર્થેનું જોડાણ તેમાં હોય તો જ છે, અન્યથા નથી. ~‰૦ ગા૦ ૧૯૫
આચાર્ય શ્રી જિનભદ્રે પણ નિયોગની વ્યાખ્યા કરી છે. તે આ પ્રમાણે છે—— णियतो व णिच्छितो वाऽधिओ व जोगो मतो णिओगो त्ति । गा० १४१७
આમાં · નિ ’ના બે અર્થ કરવામાં આવ્યા છે ઃ નિશ્ચિત અને અધિક.
अहिगो जोगो निजोगो जहाऽइदाहो भवे निदाहो ति । अत्थ नित्तं सुत्तं पवन चरणं जओ मुक्खो ॥
ભાષાનું વિવરણ બૃહત્કલ્પમાં કરવામાં આવ્યું છે કે—
पद्दिगस्स सरिसं जो भासइ अत्थमेगु सुत्तस्स - गा० १९६
અર્થાત્ જેમ પર્વતની ગુફામાં શબ્દ બોલીએ અને તેનો તેના જેવો જ સામે પડઘો પડે છે, તેમ સૂત્રનો શબ્દને અનુસરીને એક જ અર્થ કરવો તે ભાષા કહેવાય.
આચાર્ય શ્રી મલયગિરિએ ભાષાનાં ઉદાહરણો આ પ્રમાણે ટાંક્યાં છે~~~
'समभावः सामायिकम् । द्वाभ्यां बुभुक्षया तृषा चाऽऽगलितो बालः । पापात् डीनः - पलायितः पण्डितः, अथवा पण्डा - बुद्धिः सा सञ्जाताऽस्येति पण्डितः । साधयति मोक्षमार्गमिति साधुः । यतते સર્વાશ્મના સંયમાનુષ્ઠાનેિિત તિઃબુ॰ ગા૦ ૧૯૬
ઉપરના અર્થમાં ખાલ શબ્દ પ્રાકૃત છે—વિ+જ્ઞાહ =માજ અને બાકીના શબ્દોમાં સંસ્કૃતપ્રાકૃતમાં કશો જ ફેર પડતો નથી.
પણ આચાર્ય શ્રી જિનભદ્રે ભાષાની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે—
भासा बत्ता वाया सुयवत्तीभावमित्तयं सा य ।
<<
—વિશેષા॰, ૧૪૧૮
અર્થાત્ વ્યક્તવાણીને ભાષા કહેવાય છે. એટલે સૂત્રને વિવરણ વિના માત્ર અર્થ બતાવી વ્યક્ત કરવું તે ભાષા છે. ભાષામાં સૂત્રનો સંપૂર્ણ રીતે વિવરણ ફરીને અર્થ કરવામાં આવતો નથી. તે કાર્ય તો વિભાષા અને વાર્તિકનું છે.
વિભાષાનું વિવરણ બૃહત્કલ્પમાં આ પ્રમાણે છે—
Jain Education International
ઃઃ एगपए उ दुगाई जो अत्थे भगइ सा विभासा उ"
અર્થાત્ એકપદના અનેક સંભવિત અર્થો જે વ્યાખ્યામાં કરવામાં આવે તે વિભાષા છે, જેમકે પ્રાકૃત આસ = અશ્વ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે વિભાષામાં થાય છે—
For Private & Personal Use Only
www.jainelibrary.org