________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી તેઓ (% પ્રસંગમાં) કરે છે અને સાથે સાથે જણાવે છે કે અકબરનું મૃત્યુ થતાં જહાંગીર તેમને આ પદ આપે છે. બેગમ રિસાયાના. બનાવને આ બંને પ્રસંગમાં ઉલ્લેખ છે એટલે બંનેની રજૂઆતમાં થેડીક વિગતે ને ભેદ હોવા છતાં (જેમ કે આ પ્રસંગમાં અકબરની દીકરી પરણાવવાનો ઉલ્લેખ નથી તે જ પ્રસંગમાં બેગમને રત્નજડિત કંકણ આપ્યાને ઉલ્લેખ નથી), આ બનાવને આધારભૂત માનવાને કંઈક કારણ મળે છે.
- જ્યારે શ્રી મગનલાલ વખતચંદ પણ જનાનખાનામાં જતાઆવતા થયેલા શ્રી શાંતિદાસ શેઠ બેગમેના માનીત ભાઈ બન્યાની વાતને ઉલ્લેખ (૨ પ્રસંગમાં) કરીને વધુમાં જણાવે છે કે ભાઈને “કાલેમાલે જવા ન દેવાય તેમ વિચારીને બેગમે બાદશાહ દ્વારા ગામ ભેટ અપાવે છે, પણ શાંતિદાસ શેક પિતે અમદાવાદની નગર- . શેઠાઈ માગે છે. બેગમેની વિશ્વાસુ વ્યક્તિ તરીકે શ્રી શાંતિદાસ ઝવેરીનું અહીં સૂચન થાય છે તેટલું સત્ય આ પ્રસંગમાં છે.
શ્રીયુત રત્નમણિરાવ ભીમરાવ આવા કઈ પ્રસંગને ઉલ્લેખ કર્યા વગર ઔરંગઝેબે તેમને નગરશેઠાઈ આખ્યાને મત ( પ્રસંગમાં રજૂ કરે છે તે બિનપાયાદાર જણાય છે. તારણ
આ બધા વિવાદથી પર થઈને એટલું તે અવશ્ય કહી શકાય તેમ છે કે મોગલ બાદશાહ અકબર અને જહાંગીરના સમયમાં જ શ્રી શાંતિદાસ ઝવેરી બાદશાહ અને બેગમેના માનીતા બને છે અને પિતાની આવડત, કુશળતા અને વિશ્વાસ સંપાદન કરવાની શક્તિને પ્રતાપે જ તેમને મોગલ બાદશાહ અકબર કે જહાંગીર તરફથી અમદાવાદના નગરશેઠનું પદ મળે છે. વિદ્વાનોના મંતવ્યો - નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના અતુલનીય રાજકીય વ્યક્તિત્વને નિર્દેશ કેટલાક અન્ય ગ્રંથમાં અનેક વિદ્વાને દ્વારા પણ વિવિધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org