Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 232
________________ પરિશિષ્ટ ૨૦૩ તેમની મુંબઈની પેઢીએ મુશ્કેલીમાં આવતાં પૈસાની ખોટ ખાઈને પ્રતિષ્ઠા જાળવવા માટે તેમણે મુંબઈની પેઢીઓને વહીવટ સંકેલી. લીધો હતે.૪૮ અનેક દૃષ્ટિએ પ્રજાના હિતનાં કાર્યો કરી જનાર નગરશેઠ પ્રેમાભાઈ સંવત્ ૧૯૪૩ના આસો વદિ આઠમના રેજ (ઈ. સ. ૧૮૮૭માં) ૬૨ વર્ષની વયે મૃત્યુ પામ્યા.૪૯ લેકોપકારના તેમનાં કાર્યોને પ્રજા હરહંમેશ યાદ કરશે. સેવાભાવી નગરશેઠ શ્રી મણિભાઈ નગરશેઠ પ્રેમાભાઈના ત્રણ પુત્રોઃ મયાભાઈ લાલભાઈ અને મણિભાઈ. આ ત્રણમાંથી સં. ૧૯૧૯ (ઈ. સ. ૧૮૯૩)માં જન્મેલા શ્રી મણિભાઈ નગરશલ્પદ શોભાવે છે. ૫૦ ગવર્મેન્ટ સ્કૂલમાં ગુજરાતી. અને અંગ્રેજીને અભ્યાસ કરનાર શ્રી મણિભાઈ બાહોશ પિતાના હાથ નીચે એવું સુંદર ઘડતર પામ્યા કે પિતાના પિતા નગરશેઠ પ્રેમાભાઈ ઈ. સ. ૧૮૮૭માં જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે ૨૪ વર્ષની વયે જ પિતાને વિશાળ કારભાર સંભાળી શક્યા. ૨૭ વર્ષની ઉંમરે તેઓ સરકાર તરફથી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે નિમાયા. તે પછી બે વખત પ્રજા તરફથી ઉપપ્રમુખ નિમાઈને ઈ. સ. ૧૮૯૮માં, તે. વખતના મ્યુનિસિપાલિટીના પ્રમુખ રા. બ. રણછોડલાલ છોટાલાલ મૃત્યુ પામતાં, પ્રમુખપદે નિમાયા અને મૃત્યુપર્યત તે હેદ્દા ઉપર ચાલુ રહ્યા. રા. બ. રણછોડલાલ છોટાલાલને તેમના ઉપર ખૂબ પ્રેમ હતે. સમાજના ઉચ્ચ સ્તરમા કવચિત્ જ જોવા મળતે સેવાને ગુણ તેમનામાં હતું તે તેમના વ્યક્તિત્વનું ધપાત્ર પાસું છે. સં. ૧૯૬ના છપનિયા દુકાળમાં તેમણે “પુઅર હાઉસ” અને “કેટલ કેમ્પ” જેવી સંસ્થાઓ સ્થાપવામાં ખૂબ ખર્ચ કર્યા હતા. ગરીબેને દાણ આપવા માટે મોટી મદદ કરી હતી. “ગુજરાત કેટલ પ્રિઝર્વેશન કંપની લિમિટેડ'માં પ્રેસિડેન્ટ થઈને તેમણે હેર-ઢાંખર સંભાળવામાં ખૂબ નેધપાત્ર કામગીરી કરી હતી. પોતે જાતે ઘણાં પશુઓની, ખાસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250