________________
૨૦૪
નગરશેઠ શાંતિદાસ ઝવેરી કરીને ગયેની સેવા કરીને ઢોર ઢાંખર બચાવ્યાં હતાં. પૈસા આપીને વ્યવસ્થા કરનાર ધનિકે તે ઘણા મળે, પરંતુ પિતે જાતે તનમનધનથી દુખિયાની સેવા કરનાર મણિભાઈ નગરશેઠ જેવી વ્યક્તિએ તે કઈ પણ સમાજમાં જવલ્લે જ થતી હોય છે. પિતે અંતકરણથી જ આવી સેવાવૃત્તિ ધરાવતા હશે એમ લાગે છે, કારણ કે આ સમય દરમ્યાન ફેલાયેલા રોગચાળામાં નાત-જાતના ભેદભાવ વિના તેમણે નિરાધાર માણસની પણ દવા અને સેવા કરી હતી અને તેમ કરતાં કરતાં તેમને પિતાને પણ શીતળાને રોગ લાગુ પડતાં ઈ. સ. ૧૯૦૦ (સં. ૧લ્પ૬)માં ૪૭ વર્ષની નાની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા. સૌ કિઈને માટે અનુકરણ કરવા યોગ્ય તેમની આ સેવાવૃત્તિને ધન્ય છે!
નગરશેઠ શ્રી ચીમનભાઈ લાલભાઈ અને
નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ નગરશેઠ શ્રી મણિભાઈના મૃત્યુ બાદ તેમના ભાઈ શ્રી લાલ ભાઈને દીકરા શ્રી ચીમનભાઈ નગરશેઠપદ સંભાળે છે. અને તે પછી નગરશેઠ શ્રી મણિભાઈના દીકરા શ્રી કસ્તૂરભાઈનગરશેઠપદે આવે છે.પર
ઈ. સ. ૧૮૮૪ માં જન્મેલ શ્રી ચીમનભાઈ લાલભાઈએ પિતાના પિતાનું મૃત્યુ થતાં ૧૬ વર્ષની નાની ઉંમરથી જ મિલકતના વહીવટની જવાબદારી ખૂબ સંતોષકારક રીતે અદા કરી હતી. તેઓ હંમેશાં જાહેર પ્રજાના હિતના સવાલમાં ઉત્સાહભર્યો ભાગ લતા, સાથે સાથે જૈનેના સાંસારિક, ધાર્મિક અને કેળવણીને લગતા પ્રશ્નો પરત્વે પણ પૂરેપૂરા સજાગ હતા.૫૩. તેઓ ૨૮ વર્ષની નાની વયે જ મૃત્યુ પામ્યા હતા.
ત્યારબાદ નગરશેઠ પદ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ ભાવે છે. તેઓ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ હતા તે દરમ્યાન, ઈ. સ. ૧૯૧૮ માં સમેતશિખર પહાડના દસ્તાવેજ અંગે ખૂબ મહેનત કરી હતી અને આ દસ્તાવેજ તેમના નામથી થયે હતે. સં. ૧૯૯૦ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org