Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 244
________________ ૨૧૫ નજણાવ્યું છે એટલે એ જૂનું ચિત્ર તે તેનાથી પણ પ્રાચીન ગણાય, જે સમય નગરશેઠ શાંતિદાસ અને તેમના ગુરુ રાજસાગરસૂરિના સ્વર્ગવાસના સમયથી ઘણે નજીક ગણાય. પણ આ ચિત્રને એટલું પ્રાચીન ગણવા માટે આપણી પાસે આ સિવાય બીજો કોઈ આધાર અત્યારે નથી. ગૂજરાતનું પાટનગર અમદાવાદ માં છપાયેલ આ ચિત્રને જયારે આયં. બિલશાળાના મકાનમાં સાચવણી માટે મૂકવામાં આવ્યું ત્યારે તેને રંગ કરાવીને નવા જેવું કરાવવામાં આવ્યું, એટલે અત્યારે જે ચિત્ર છે તે નવા રૂપ-રંગવાળું ગણાય. મૂળ ચિત્રમાં ગુરુનું નામ “શ્રી રાયસાગર હતું તે સુધારીને “શ્રી રાજસાગર ' કરવામાં આવ્યું છે અને શિષ્યનું નામ “શેઠ સાંતીદાસ' હતું તે “શેઠ શાંતિદાસ” કરવામાં આવ્યું છે. આ નવા રૂપરંગવાળા ચિત્રની નીચે “પૂજ્યપાદુ આચાર્યદેવ ૧૦૦૮ શ્રીમદ્ રાયસાગરસૂરીશ્વરને પ્રણામ કરતાં શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિદાસ શેષકિરણ, અસલ પ્રતિકૃતિ સાગરગચ્છનાં જુના ઉપાશ્રયના એક કાષ્ટસ્તંભમાંથી ઉદ્ધત” એવું લખાણ છે. આ ચિત્ર લાંબી પેનલના કદમાં છે. તેમાં બે ભાગ છે. ઉપરના ભાગમાં શિખર દોરીને તેના ઉપર ફરકતી ધજા તથા સૂર્ય, ચંદ્ર રેલા છે. અને નીચેના ભાગમાં ગુરુ શ્રી રાજસાગરસૂરિને ઊંચા આસને બેઠેલા બતાવી શિષ્ય શ્રી શાંતિદાસને એમની સામે હાથ જોડીને બેઠેલા બતાવ્યા છે. નોંધઃ આ પુસ્તકમાં છપાયેલે તે આ નવા સુધારેલા ચિત્રના નીચેના ભાગને ફેટો છે.) આ બંને ચિત્ર ઉપર્યુક્ત આયંબિલશાળામાં પેસતાં જ મેટા હેલની સામેની દીવાલમાં રાખવામાં આવ્યાં છે. શ્રી શાંતિદાસ ઝવેરીનું ચિત્ર ર૭” ૪ ૩૭”ના કદનું છે અને તેમના ગુરુ સાથેનું ચિત્ર છા" x ૩લા” ના કદનું છે. આ બંને ફેટાઓ આ પુસ્તકમાં છાપવા માટેની અનુમતિ આપવા બદલ ઉપર્યુક્ત “શ્રી વર્ધમાન તપ આયંબિલ સંસ્થા ” અમદાવાદના ટ્રસ્ટીઓને આભાર. ફરમાનાના કેટાઓ અંગે નગરશેઠ શાંતિદાસ ઝવેરીને મળેલા ફરમાનેમાંથી અગત્યના બે ફરમાનેના ફોટાઓ “Imperial Mughal Farmans in Gujarat” પુસ્તકમાંથી અહીંયા સાભાર ઉદ્ધત કરવામાં આવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250