________________
૨૦૨
નગરશેઠ શાંતિદાસ ઝવેરી આપી હતી. નગરશેઠ પ્રેમાભાઈની ખાનગી ટપાલ-વ્યવસ્થાને કારણે જ તે વખતે સરકાર રેજેરેજના સમાચાર મેળવી શકી હતી. ખાસ કરીને તે વખતના કલેકટર મિ. હેડે અને જડજ મિ. વેઈન તેમની આ સેવાથી ખૂબ ખુશ થયા હતા. તેમની રાજસેવાથી ખુશ થઈને પહેલી જાન્યુઆરી ૧૮૭૭ના રોજ તે વખતના વાઈસરોય અને ગવર્નર લેડ લીટને (Lytton) તેમને “રાવ બહાદુરીને ખિતાબ આપે હતે. જેના લખાણની નકલ “જૈન રાસમાળા' પુસ્તકના પૃ. ૩૯ ઉપર આપેલી છે. તેમણે પિતે કે ઈ રાજકીય બાબતેમાં ભાગ લીધે ન હતા, પણ તેઓને મુંબઈ સરકારે ત્યાંની લેજીસ્લેટિવ કાઉન્સિલ (ધારાસભામાં ઓનરેબલ સભાસદ તરીકે નીમ્યા હતા અને તેમને માનદ મેજીસ્ટ્રેટની સત્તા આપી હતી. અમદાવાદની મ્યુનિસિપાલિટીનાં તેઓ પ્રમુખ પણ હતા. અમદાવાદમાં તેમની યાદને કાયમી રાખવા માટે “પ્રેમ દરવાજા” અને “પ્રેમાભાઈ હેલ” તેમના નામ પરથી પ્રજાએ સ્થાપેલ છે.૪૫
પિતાના રેજ-બ-રોજના જીવનમાં તેઓ પિતાના કુટુંબની પરંપરા પ્રમાણે યથાશક્ય સમય ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ પણ આપતા. ધમશ્રવણમાં તેમને શ્રદ્ધા હતી. અમદાવાદમાં આવેલ ઉજમફઈની ધર્મશાળાઓ અને સાગરગચ્છના ઉપાશ્રયે તેઓ નિયમિત જતા હતા. પિતાના પિતા નગરશેઠ હેમાભાઈના મૃત્યુ પાછળ તેમણે અમદાવાદ શહેરનો નાત અને ૮૪ ગચ્છના શ્રાવક-શ્રાવિકાઓની નવકારશી કરી હતી.૪૬ જૈન તીર્થોને વહીવટ કરનાર અને જનાના સકળ સંઘનું પ્રતિનિધિત્વ કરનાર “શેઠ આણંદજી કલ્યાણજીનો પેઢી”નું બંધારણ ઈ. સ. ૧૮૮૦માં તેમના પ્રમુખપદ નીચે સૌ પ્રથમ અસ્તિત્વમાં આવ્યું હતું, તે ઘટના પણ ઓછી મૂલ્યવાન નથી.
પિતાના વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ તેમણે હંમેશા પૈસા કરતાં પ્રતિષ્ઠાને જ મહત્વ આપ્યું હતું. મુંબઈમાં તેમની સાત પેઢીઓ હતી. ઈ. સ. ૧૮૬૨થી ૬૫ દરમ્યાન તેઓ શેરબજારના મેનિયાની અસરમાં ખેંચાયા અને તે વખતે શેટ્ટાના ઝંઝાવાતી પવનમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org