________________
૧૧ ઉપસંહાર
ઓછી મહત્વની સાલી જજ
અહીં આપણે એના જીવનમાં કે
વિવિધ વ્યક્તિત્વ
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વ્યક્તિત્વને અભ્યાસ કરતાં, તેમના વ્યક્તિત્વમાં, ખૂબ જૂજ વ્યક્તિઓમાં જોવા મળે તેવાં ત્રણ પાસાને સુભગ સમન્વય થયેલ જોવા મળે છે. રાજકીય પાસું, સામાજિક પાસું અને ધાર્મિક પાસું. સમાજમાં કઈ પણ વ્યક્તિનાં વ્યક્તિત્વમાં આમાંથી કઈ એક પાસું અથવા તે આમાંનાં બે પાસાં જોવા મળે છે. પરંતુ આ ત્રણે ય પ્રકારે જેનું વ્યક્તિત્વ ખીલ્યું હોય તેવી વ્યક્તિઓ સમાજમાં ખૂબ ઓછી જોવા મળે છે. અને આવી જજ વ્યક્તિઓમાં તેઓનું સ્થાન છે તે બાબત એછી મહત્વની નથી. આ ત્રણે ય પાસાંઓ તેમના જીવનમાં કેવી રીતે જોવા મળે છે તેને પરિચય અહીં આપણે મેળવીશું. પણ તે અંગે એક બાબત નેંધપાત્ર છે કે તેમના વ્યકિતત્વને માત્ર સમજવા માટે જ આપણે તેને ત્રણ પાસામાં વહેંચીએ છીએ. ખરેખર તે આ ત્રણે ય પાસાંઓ તેમના વ્યક્તિત્વમાં એકબીજા સાથે એવા ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં છે કે તેમાંના કેઈ પણ એક પાસાને સંપૂર્ણ રીતે સમજવા જતાં બીજાં બે પાસાંઓને આવરી લેવાં જ પડે છે. બીજી રીતે કહીએ તે કઈ પણ એક પાસામાંથી બીજાં બે પાસાં ફલિત થતાં જોવા મળે છે. અથવા તે આ ત્રણે ય માં તેમના જીવનમાં એકબીજા સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલાં દષ્ટિગોચર થાય છે. ત્રણ ગુણેને ત્રિવેણી સંગમ
તેમના વ્યક્તિત્વનાં આ ત્રણ પાસાને પરિચય મેળવીએ પહેલાં તેમના વ્યક્તિત્વમાં બીજી દષ્ટિએ ત્રણ ગુણને ત્રિવેણી સંગમ - થયેલ જોવા મળે છે તેની નેધ પણ લઈએ. આ ત્રણ ગુણો આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org