________________
૧૯૨
નગરશેઠ શાંતિદ્વાસ ઝવેરી
''
મળીને અમદાવાદ શહેરને હુમલા અને લૂંટના ભયથી બચાવવા માટે પ્રાર્થના કરી. આજ સુધી કેમ શરણે ન થયા એમ જનરલે પૂછ્યું ત્યારે નથુશાએ કહ્યું : આજ સુધી સરસૂમાએ રક્ષણ કર્યું. એટલે તેને નિમકહલાલ રહ્યા. હવે તમારા અમલ થતાં તમારા શરણે છીએ.” આ પ્રકારની વાટાઘાટા અને ચર્ચા-વિચારણાના અંતે જનરલ ગોડાર્ડ, પોતાના નામે તા. ૧૧મી ફેબ્રુઆરી ૧૭૮૦ના રોજ પર્શિયન ભાષામાં ૧૦"×પ”ના કદના કાગળમાં જાહેરનામુ (Manifesto) બહાર પાડયું. જેમાં નગરશેઠ નથુશાનું નામ મોખરે છે. આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે
.
te નથુશા નગરશેઠ અને બીજાઓને તથા અમદાવાદના રહેવાસીઆ અને પ્રજાને એ માલૂમ થાય કે અત્યારે તેએએ મનની સંપૂર્ણ શાંતિથી પોતાના ઘરમાં રહેવું અને તેમના હૃદયમાં કાઈ પણ જાતની આતુરતા કે ભય રાખવા નહી. અને તેમણે તેમના રાજિંદા ધંધાપાણી ચાલુ રાખવા; કારણ કે કોઈ તેમના રસ્તામાં કોઈ પણ કારણથી નુકસાન કે વરાધ કરશે નહીં. આ એરને તાકીદના ગણવા અને ઉપર લખ્યા પ્રમાણે તેનું પાલન કરવું.”
રાજકર્તા અને પ્રજા બંનેમાં માન પામનાર આ નગરશેઠ કુટુંબની અનેક વ્યક્તિઓમાં નગરશેઠ નથુશાના નામના પણ સમાવેશ કરી શકાય તેમ છે તેની ગવાહી આ જાહેરનામુ આપે છે. નગરશેઠ નથુશાના આ પ્રયત્નમાં તેમને તેમના નાના ભાઈ વખતચંદના સહકાર પણ પૂરેપૂરા હતા.
અમદાવાદના જુદાં જુદાં પરાંઓમાંથી માધુપુરા નામના પરાની સ્થાપના નગરશેઠ નથુશાની ભલામણુથી થઈ હતી તેવી માહિતી પણ શેઠ આણ'દજી કલ્યાણજીની પેઢીના દફતરમાં નાંધાયેલી જોવા મળે છે.૧૮ મોટાભાઈ નથુશાના મૃત્યુ પછી નગરશઠપદ્મ નાના ભાઈ વખતચક્રને પ્રાપ્ત થાય છે. રાજકીય અને સામાજિક દૃષ્ટિએ નગરશેઠ તરીકેની ફરજો બજાવવાને લગતા, વ્યાપારી દૃષ્ટિએ નાણાંની માટી કહી શકાય તેવી ધીરધારને લગતા અને ધાર્મિક દૃષ્ટિએ અનેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org