________________
ઉપસંહાર
૧૮૧ હાનિ ન પહોંચે તે માટે અગમચેતી દાખવીને ગેહલે સાથે રખેપાને આ કરાર કરાવવામાં તેમને હિસ્સો નાસૂને ન હતે. સુવિકસિત વ્યક્તિત્વ
તેમના જીવનની આ બધી ઘટનાઓ તેમના વ્યક્તિત્વમાં તાણવાણાની જેમ ગૂંથાયેલા વિવિધ પાસાંને પરિચય આપવા માટે પૂરતી જ છે. તેમના જન્મ સમય અંગે, આયુષ્ય કેટલા વર્ષનું હતું તે અંગે, મૃત્યુ નિશ્ચિત રીતે કઈ સાલમાં થયું એ અંગે પૂરતાં ઐતિહાસિક કહી શકાય તેવાં સાધનોના અભાવમાં પણ તેમના જીવનની ઉપર્યુકત ઘટનાઓને ઉલ્લેખ જૈન સાહિત્યની અનેક કૃતિઓમાં અને શ્રી એમ. એસ. કેમિસેરિયેટ જેવા ઈતિહાસકારની કૃતિઓમાં જોવા મળે છે, તે હકીકત તેમના સંપૂર્ણપણે સુવિકસિત કહી શકાય તેવા વ્યક્તિત્વને સમજવા માટે અધૂરી હોય તે પણ અપૂરતી તે નથી જ. - ચાર પત્નીઓ અને પાંચ પુત્રને બહેળા પરિવાર ધરાવનાર આ જાજરમાન નગરશેઠના વ્યક્તિત્વ વિષે શ્રીયુત ડુંગરશીભાઈ સંપટ, ટૂંકમાં પણ સચોટ રીતે (પિતાના પુસ્તક “પ્રતાપી પૂર્વજો”ના પૃ૦ ૯ ઉપર) જણાવે છે : “એની પ્રસન્ન મુખમુદ્રા, શાંત સ્વભાવ, મીઠી આકર્ષક વાત કરવાની ઢબ અને સજજન વ્યવહાર સહુને મુગ્ધ કરતા હતા.” નોંધપાત્ર વારસદારે
- ઈ. સ. ૧૯૫૯-૬૦ના સમયમાં કેઈક દિવસે મૃત્યુ પામેલ આ પ્રભાવશાળી નગરશેઠ પિતાના કુટુંબમાં પિતાના ગુણોને વારસે આપીને જાય છે, જેની સાબિતીરૂપે તેમની પછી અમદાવાદના નગરશેઠ બનેલા તેમના પુત્ર શ્રી લક્ષમીચંદ અને તેના વારસદારને મૂકી શકાય તેમ છે. તેમના કુટુંબમાં થઈ ગયેલા નગરશેઠ શ્રી ખુશાલચંદ, નગરશેઠ શ્રી વખતચંદ, નગરશેઠ શ્રી હેમાભાઈ, નગરશેઠ શ્રી પ્રેમાભાઈ અને બીજાં અનેક નામે તેમના સદ્ગુણેના બીજને વિકસાવનાર વ્યક્તિઓ તરીકે મૂકી શકાય તેમ છે.
સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી કોમિસેરિયેટ પિતાના પુસ્તક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org