Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 217
________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ઉલ્લેખ મળે છે. જૂની ગુજરાતીમાં લખાયેલ આ દસ્તાવેજમાં જણ વવામાં આવ્યું છે કે હમીદખાનના સમયમાં મરાઠાઓ જ્યારે અમદાવાદ શહેર લૂંટવા આવ્યા ત્યારે નગરશેઠ શ્રી ખુશાલચંદે પિતાના પૈસા વાપરીને અને પિતાના જાનના જોખમે અમને અને શહેરને અચાવ્યું છે તેની કદર રૂપે અમે બધાં મહાજને રાજીખુશીથી નક્કી કરીએ છીએ કે શહેરમાં આવતાં અને જતાં બધાં માલસામાનની અને રેશમ વગેરેની જકાતની જે આવક થાય તેમાં ૧૦૦ રૂ. ની આવકે ચાર આના શેઠ ખુશાલચંદ અને તેમના પુત્રે તથા વારસ દારને પણ આપવા. * એ બાબતની અહીંયાં જ સહર્ષ નેંધ લઈએ કે આ દસ્તાવેજ પ્રમાણે નક્કી થયેલ રકમ ઈ. સ. ૧૮૨૦ સુધી તેમના વારસદારને મળતી હતી. તે પછી જ્યારે અમદાવાદમાં બ્રિટિશ અમલ થયે ત્યારે ઈ. સ. ૧૮૨૦ની સાલમાં આ હકને બદલે વાર્ષિક રૂ. ૨૧૩૩ આપવાનું કંપની સરકારે ઠરાવ્યું હતું. ત્યાર બાદ એક કલેકટરે આ વર્ષાસન બંધ કરતાં નગરશેઠ શ્રી પ્રેમાભાઈ વિલાયત સુધી લઢયા હતા અને તેમના પ્રયાસથી આ રકમ તેમના વંશજોને મળ્યા કરતી હતી.૧૦ ઈ. સ. ૧૭૨૫ થી ઈ. સ. ૧૭૩૦ સુધીના સમયમાં ગુજરાતના વાઈસરોય તરીકે સરબુલંદખાન નીમાયા હતા. પિતાના નબળા વહીવટના સમયના પહેલા વર્ષે સરબુલંદખાને નગરશેઠ શ્રી ખુશાલચંદને કસ્ટડીમાં પૂર્યા અને છેવટે એક પીઢ ઐફિસર અલીમહમદખાનની સલાહથી ૬૦,૦૦૦ રૂ. ની રકમથી તેમને છોડી મૂક્યા. આ સમય દરમ્યાન સરબુલંદખાનના જોરજુલમને કારણે નગરશેઠ શ્રી ખુશાલચંદ દિલ્હી જતા રહ્યા હતા અને ઈ. સ. ૧૭૩૨ માં શાહી ફરમાન સાથે પાછા ફર્યા હતા. બાદશાહ તરફથી અમદાવાદના નગરશેઠ તરી, શેઠ ખુશાલચંદની નિમણુક કર્યાની જાણ કરતા આ ફરમાનમાં શેઠ ખુશાલચંદને માનભેર અમદાવાદ પાછા જવાનું અને તેના કલ્યાણ અને સમૃદ્ધિ માટે ફરજો બજાવવાનું જણાવાયું છે. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250