________________
શાહી ઝવેરી અને નગરશેઠ
૩૭ જ મળ્યું હોય અને સુનિ શ્રી ક્ષેમવર્ધતગણિ જણાવે છે તે પ્રમાણે શ્રી શાંતિદાસ શેઠ બાદશાહ અકબરના માનીતા બન્યા હોય, પરંતુ તેઓ તેમને આ પદ આપે તે પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા હેય, તેથી જહાંગીર પિતાના પ્રિય અને કુશળ એવા “ઝવેરી મમ્માને આ બિરુદ આપે તે મત પણ સાચે હેવાની શક્યતા છે. બાદશાહ નગરશેઠ૫દ આપે છે કે શ્રી શાંતિદાસ શેઠ આ પદ માગે છે?
વળી મેગલ બાદશાહ આ બિરુદ શ્રી શાંતિદાસ શેઠને પોતાની રાજીખુશીથી આપે છે કે પછી શ્રી શાંતિદાસ શેઠ આ પદ માગે છે? આ પ્રશ્નના જવાબરૂપે શ્રી મગનલાલ વખતચંદને મત બીજા ત્રણે ય પ્રસંગે કરતાં જુદો પડે છે. બીજા ત્રણે ય પ્રસંગે તે એક યા બીજા મેગલ બાદશાહે શ્રી શાંતિદાસ શેઠને આ પદ આપ્યાનું જણાવે છે, જ્યારે શ્રી મગનલાલ વખતચંદના મતે બેગમે બાદશાહને પિતાના ભાઈને કાંઈક આપવા વિનંતી કરે છે, ત્યારે બાદશાહ ગામ ભેટ આપવાની વાત કરે છે. તેને ઇન્કાર કરીને શ્રી શાંતિદાસ શેઠ પોતે અમદાવાદની નગરશેઠાઈ માગે છે. આ મત સાચે હેય તે પણ તેને સાચે માનવાને પૂરતા આધારે આપણને મળતા નથી. પિતાની રજૂઆતમાં મેગલ બાદશાહનું નામ પણ રજૂ કર્યા વગર જે રીતે આ પ્રસંગ શ્રીયુત મગનલાલભાઈ રજૂ કરે છે તે રીતે જોતાં શ્રી શાંતિદાસ શેઠે પોતે નગરશેઠાઈ માગી એ મત સ્વીકાર્ય જણાતું નથી. કયા પ્રસંગથી નગર શેકપ મળ્યું?
આ બાબતમાં પણ ચારે ય પ્રસંગમાં તફાવત છે. રિસાયેલાં બેગમની સારી ખાતરબરદાસ્ત કરનાર શ્રી શાંતિદાસ ઝવેરી જહાંગીરના મામા બને છે અને તેમને અકબર બાદશાહ આ પદ આપે છે એ મત શ્રીયુત ડુંગરશીભાઈ (૩૩ પ્રસંગમાં) આપે છે. મુનિ શ્રી ક્ષેમવર્ધનગણિ પણ બેગમ રિસાવાના પ્રસંગને ઉલ્લેખ કરે છે. પરંતુ તે પહેલાં અકબરની બેટીનું ઝવેરખાનું પૂરું કર્યાની વાત પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org