________________
૧૫ર
નગરશેઠ શાંતિદાસ ઝવેરી કરી હતી. એટલે મેગલ સામ્રાજ્યમાં જૈન તીર્થો સહીસલામત હતા એમ લાગે તે સ્વાભાવિક છે.
પરંતુ ઈ. સં. ૧૯૪૫ (વિ. સં. ૧૭૦૧)માં આ દેરાસર વસ્ત થતાં જૈને અને હિંદુઓને આઘાત લાગે. તીર્થરક્ષા માટે સતત જાગૃત શ્રાવક એવા શ્રેષ્ઠી શ્રી શાંતિદાસને પણ જૈન તીર્થોની સલામતીની ઊંડી ચિંતા પિઠી અને તીર્થરક્ષા માટે કોઈ કાયમી ઉપાય જવાનું એમને જરૂરી લાગ્યું.
વળી શાહજહાંના બાદશાહ તરીકેનાં છેલ્લાં વર્ષ દરમ્યાન તેમના પુત્રોમાં જે ઊંડા વિખવાદ પેઠે હતું, તેથી મેગલ સલ્તનતના પાયા ડગમગી ઊઠવાના છે, એ વાત પણ વિચક્ષણ અને દીર્ઘદશી શ્રી શાંતિદાસ શ્રેષ્ઠીને સમજાઈ ગઈ હતી. મેગલ બાદશાહ દ્વારા પ્રાપ્ત થયેલ ફરમાને નજીકના ભવિષ્યમાં જ બિનઉપયોગી નીવડશે એમ દીર્ધદષ્ટિથી વિચારીને તેમણે પાલીતાણ અંગે આપણે છેલે જે ચાર ફરમાનેની (ફરમાન ન. ૧૯, ૨૦, ૨૧, ૨૨) ચર્ચા કરી તેની પણ પહેલાં વિ. સં. ૧૭૦૭ માં (ઈ. સ. ૧૬પ૦ માં) પાલીતાણા રાજ્ય સાથે શત્રુંજય તીર્થના રોપાને લગતે પહેલે કરાર કર્યો હતો.
વિ. સં. ૧૭૦૭ માં પાલીતાણુ શહેર અને શ્રી શત્રુંજય તીર્થ ઉપર હકૂમત ભોગવતા ગહેલવંશના રાજવી કાંધાજી સાથે, તે વખતની તેની રાજધાની ગારિયાધારમાં આ પહેલે કરાર કરવામાં આવ્યા હતા. આ કરારમાં શરૂઆતના લખાણમાં શ્રી શાંતિદાસને ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યું છે:
સંવત ૧૭૦૭ વર્ષે કાર્તિક વદિ ૧૩ મે ગેહિલ શ્રી કાંધાજી તથા ભારાજી તથા બાઈ પદમાજી તથા પાટમદ જત લખત આમા શ્રી સેવંજાની ચોકી પુરૂ કરૂં છું તથા સંઘની ચેકી કરું છું તે માટે તેનું પરઠ કીધે છે. શાહ શાંતિદાસ સહસકરણ તથા શાહ રતન સૂરા તથા સમસ્ત સંઘ મળી શ્રી સેવંછ સંઘ આવઈ તથા છઠી છઠ વિહિવા આવિ તથા પાલું લેક આવિ તેનું અમિ કરાર કીધું છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org