________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી જેતા સ્વીકાર કરવો જ રહ્યો. અનેક સદીઓ પૂર્વે સ્થપાયેલ તીર્થો, કુદરતની અનેક લીલી–સૂકી જોયા પછી આજે પણ વિદ્યમાન છે તે જ તેની સાક્ષી પૂરે છે. પણ વિપરીત સમયમાં, બદલાતા જતા રાજટ્રિીય સંઘર્ષમાં પિતાની ધનસંપત્તિ, અંગત જીવન, કુટુંબ વગેરે બાબતને ગૌણ ગણીને જે વ્યક્તિઓ તીર્થની રક્ષાના કાર્યને પિતાની પવિત્ર ફરજ સમજે છે તેવી વ્યક્તિઓના અભાવમાં આ તીર્થો કદાચ વિસ્ત પણ બની ગયાં હોત. એટલે તીર્થની રક્ષાની જરૂર જોઈને તે રક્ષા કરવાનું કાર્ય પોતાની ફરજ છે એ ભાવથી જે વ્યક્તિઓ એ કાર્ય પોતાનાં સત્તા, ધન, આવડતથી કરે છે તેમનું ઋણ તે આપણે સ્વીકારવું જ રહ્યું.
અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ – આ ચાર મોગલ રાજવીઓના સંપર્કમાં રહેનાર, તેમના રાજદરબારેમાં પ્રથમ પંક્તિનું
સ્થાન ભોગવનાર, કુશળ ઝવેરી, અમદાવાદના નગરશેઠ, સંઘના નાયક એવા શ્રી શાંતિદાસ શેઠ પતે તે જૈન તીર્થોની યાત્રાએ અવારનવાર જતા, કયારેક સંઘ કાઢવાનું પુણ્યકાર્ય પણ કરતા, તે જરૂર જણાયે જીર્ણોદ્ધારનું કાર્ય પણ કરાવતા. એ બધાં કરતાં પણ વધુ કપરું કાર્ય પણ તે કરતા – તે તીર્થોના રક્ષણનું કાર્ય. સતત પરિવર્તન પામતી રાજકીય પરિસ્થિતિમાં ક્યારે તીર્થના રક્ષણ માટે કયા પગલાની જરૂર છે એ અંગેની સૂઝ તેઓ ધરાવતા હતા. સાથે સાથે પિતાને સૂઝેલા માર્ગે આગળ વધવા માટેની નિષ્ઠા પણ તેમનામાં હતી. અને તેથી જ તીર્થરક્ષાના કટોકટીના સમયે તેઓ પિતાની ધનસંપત્તિને ઉપયોગ કરતાં પણ ન અચકાતા.
તીને રાજ્યના હેદારે, શાસકો તરફથી હાનિ ન પહોંચે તે માટેના તેમના પ્રયત્નના નક્કર પરિણામ રૂપે જુદા જુદા સમયે મોગલ બાદશાહ દ્વારા તેમને પ્રાપ્ત થયેલ અનેક જૈન તીર્થોની રક્ષાને લગતાં ફરમાનેને મૂકી શકાય તેમ છે. આ ફરમાને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની તીરક્ષા અંગેની કુશળ કાર્યવાહીની ઐતિહાસિક સત્યતાના
પુરાવારૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org