________________
૧૩૦
મગરશેઠ શાંતિદાસ ઝવેરી જાય છે અને તેમણે દર વર્ષે તે અંગે નવી સનદ માગવી નહીં.” તીર્થરક્ષા માટે પિતાના ધનને ઉપયોગ - આ ફરમાનમાં બે લાખ દામના બદલામાં” શબ્દોના આધારે આપણે કહી શકીએ કે રાજકીય અવ્યવસ્થાના તે સમયે તીર્થને હાનિ ન પહોંચે તે માટે પિતાના પૈસાને વિના વિલંબે ઉપયોગ કરીને પણ તે તીર્થને સાચવી લેવાનું ખૂબ અગત્યનું કાર્ય સંઘહિતચિંતક શ્રેષ્ઠી શાંતિદાસે કર્યું હતું. ફયાન નં. : પાલીતાણ અંગે ત્રીજું ફરમાન
" ત્રીજું ફરમાન ટૂંક સમય માટે બાદશાહ બનેલા મુરાદબક્ષ દ્વારા તા. ૨૦મી જૂન ૧૬૫૮ના દિવસે અપાયું હતું. ફરમાનમાંના “રાજ્યારોહણના પ્રથમ વર્ષે ” શબ્દો મુરાદબક્ષના પમી ડિસેમ્બર ૧૬૫૭ ના રોજ થયેલ રાજયારેહણની હકીક્તને ટેકો આપે છે. ઔરંગઝેબના હાથે કેદ થયાના છ દિવસ પહેલાં જ આ ફરમાન સરાદબક્ષે આપ્યું હતું. આ ફરમાનનાં મહેર અને સિક્કામાં મુરાદઅક્ષને બાદશાહ તરીકે ઉલ્લેખ છે. આ ફરમાનમાં જણાવવામાં આવ્યું છે : “પાલીતાણ પરગણું, કે જે શત્રુજ્ય તરીકે પણ ઓળખાય છે. તે જુની સનદ પ્રમાણે, શાંતિદાસ ઝવેરીની માલિકીનું છે. શાંતિ(ાસ ઝવેરીએ પિતાને એ અંગે નવું ઉમદા ફરમાન મળે એવી માગણી કરી છે. આ માગણીને સ્વીકારવામાં આવી છે અને તે પરગણાના દીવાને, વઝીર અને મુત્સદ્દીઓને સુચના આપવામાં આવે છે કે તે પરગણું શાંતિદાસને ઈનામ તરીકે આપવામાં આવેલ છે અને તે છે તેના માર્ગમાં કેઈએ પ્રતિબંધ નાખ નહીં.આ કુરાનની પાછળ તેને લગતા સ્વીકૃતિ પત્રમાં મુરાદબક્ષના પુત્ર ઈઝીકઅક્ષને ઉલેખ છે.
બદલાઈ ગયેલા રાજકીય વાતાવરણમાં, શાહજહાં દ્વારા અપાયેલ પાલીતાણા-શત્રુંજયને લગતું ફરમાન નિષ્ફળ ન બની જાય એ માટે શાંતિદાસ શેઠે પાલીતાણાને લગતા આ ફરમાનની સમયસર માગણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org