________________
પહેલા ભવ : નયસારની કથા પરંતુ તે ઉપદેશ ન સંઘરાયાનું દુઃખ કરવું પણ ન ઘટે. કારણ કે, એ ધર્મબીજ વવાયા પછી, તે કયા કયા આઘાતપ્રઘાતે વચ્ચેથી બચીને કેવી રીતે વિકસતું ગયું, તથા છેક સત્તાવીસમે ભવે મહાવીર-જીવનરૂપે ફળીતે કૃતાર્થ થયું, તેની સળંગ કથા તો કથાકારો આપણને આપે છે જ. અને કદાચ ઉપયોગિતાની દષ્ટિએ એ કથા જ આપણે માટે વધુ મહત્વની છે. આપણે તે કથા તરફ જ જઈએ.