Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
સહકાર, સાથ અને આશીર્વાદથી મુંબઈ–મમ્માદેવીના મેદાનમાં આ
સત્ર”ની ન કલ્પી શકાય તેવી અદ્ભુત ઉજવણી થઇ, તેના મૂળમાં તેઓશ્રી જ હતા. ત્રણેય મુનિ-મહાત્માઓના પ્રબલ પુરુષાર્થ અને મુંબઈના જૈન સંઘ ઉપરના તેઓશ્રીના અસાધારણ પ્રભાવને લીધે આ ઉજવણીએ અભૂતપૂર્વ રૂપ ધારણ કર્યું હતું. તેમાં પૂજ્ય મુનિશ્રીની અપૂર્વ પ્રતિભા, વ્યવસ્થા અને સંચાલનશક્તિ, ઊંડી સુઝ અને દીર્ઘ દૃષ્ટિએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. વધારે સ્પષ્ટ કહીએ તો આ ઉત્સવના “પ્રાણ” તેઓ જ હતા. તે વખતે જૈન સાહિત્ય કલાનું એક અતિ દર્શનીય પ્રદર્શન પણ યોજાયું હતું અને લાખો માણસોએ એનો લાભ લીધો હતો, તે પણ મુનિજીના સતત પરિશ્રમનું જ ફળ હતું. આ સત્ર અને પ્રદર્શનનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ શ્રી શ્રી પ્રકાશે કયું હતું. *
છેલ્લા દિવસે મુંબઈમાં તેને વરડો નીકળ્યો, ત્યારે આકાશમાં વિમાન દ્વારા શાંતિ જળની ધારા સમગ્ર શહેર ફરતી થઈ હતી અને એક લાખથી વધુ ભાણસોએ એ વરઘોડાનાં દર્શન કર્યા હતાં. આ સત્ર તપ અને જપની આરાધના દેશભરમાં કરાવરાવી હતી અને લાખો લોકોએ તેને લાભ લીધો હતો. રાષ્ટ્રીય જૈન સહકાર સમિતિની સ્થાપના :
ત્યારબાદ વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલ ભારતના લેકશાહી તંત્રને સુવર્ણની જરૂર પડતાં તે વખતના ભારતના મહામાત્ય શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ શ્રી મોરારજીભાઈ આદિની સલાહથી ગોલ્ડબેન્ડની
જના રજૂ કરી, તે વખતે મુનિશ્રીએ “રાષ્ટ્રીય જન સહકાર સમિતિ” સ્થાપીને તેને સબળ ટેકો આપ્યો હતો અને તે વખતના ગૃહપ્રધાન
આ સત્રમાં અમે એક મંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી હતી અને દોઢ મહિના સુધી રાત્રિ દિવસ કામ કર્યું હતું. ધી