________________
કેવળી પ્રભુનો સાથ
એવા વ્યવસાય પ્રતિ દોરવા હું આપને વિનંતિ કરું છું. જેમાં મારો રસ જળવાય જેમાં મારાં પૂર્વસંચિત કર્મો જલદીથી નિર્ભરતા જાય અને મારાં જીવનને ઉત્તમતા પ્રતિ દોરતા જવાનો અવકાશ રહે એવા વ્યવસાયમાં મને મોકલજો.' “વળી, હું જે વ્યવસાયમાં જાઉં, તે વ્યવસાયમાં પ્રમાણિકપણે વર્તી, નિર્દોષભાવથી, કોઈને નુકસાન કર્યા વિના યોગ્ય માત્રામાં લક્ષ્મી ઉપાર્જન કરું, એટલું જ નહિ પણ, સર્વ વ્યવસાયિકો સાથે પણ શુભ સંબંધ વધારતાં વધારતાં, મારાં પૂર્વકર્મની નિર્જરા ઉત્તમ રીતે કરી શકું, એ માટે મને ખૂબ સહાય કરજો.' “મારા આ બધા ભાવો પૂર્ણ કરવામાં આડા આવે એવાં જે જે કર્મો છે, વર્તમાન દોષ છે, તે સર્વની પશ્ચાત્તાપ સાથે ક્ષમા માગું છું. મને ક્ષમા આપી, યોગ્યમાર્ગદર્શન આપી કૃતાર્થ કરો એ ભાવથી સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ.
વિવેકપૂર્વક વ્યવસાયની બાબતમાં વિચાર કરતાં કરતાં, જો પ્રભુને પ્રાર્થના કરતાં કરતાં તેમનું માર્ગદર્શન માગવામાં આવે તો જીવને સામાન્યપણે નાસીપાસ થવાનો, અણગમતા વ્યવસાયમાં ધકેલાઈ જવાનો ઉદય આવતો નથી. શ્રી પ્રભુની આવી કૃપા સહુ કોઈ શ્રદ્ધાળુ જીવ માણી શકે છે. જેમ વ્યવસાયમાં જીવને પ્રભુના સહૃદય સાથની જરૂર છે, તેમ સહુને યોગ્ય જીવનસાથીની, સારા શુભભાવી કુટુંબની પ્રાપ્તિ માટે પણ પ્રભુના એવા જ ઉત્તમ સાથની જરૂરત છે, તેમ ન થાય તો પૂર્વની ભૂલના પ્રભાવથી સંસારી જીવો કુટુંબની અનેકવિધ કંકાસની જાળમાં સપડાઈ ઘણી ઘણી મુશ્કેલીનાં વેદનમાં ખેંચાઈ જાય છે. આવા વિપરીત સંજોગોમાં ન જવા માટે શ્રી પ્રભુને પ્રાર્થનું યોગ્ય છે કે –
અહો! સર્વ પ્રકારનાં દુઃખ તથા ક્લેશથી સર્વથા છૂટવાનો મહામાર્ગ આપી જગત જીવો પર પરમ ઉપકાર કરનાર પ્રભુ! આપને ખૂબ ભક્તિભાવથી
૫૮