________________
કેવળી પ્રભુનો સાથ
સહુ જીવ કલ્યાણ પામી દુઃખથી મુક્ત થાય એવી ભાવના જાગવી(અનુકંપા). જીવનો આત્માર્થે જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ આ લક્ષણો વધારે વિકસતાં જાય છે.
જીવને એક વખત ભેદવિજ્ઞાન થાય, સમકિતની પ્રાપ્તિ થાય તે પછીથી એને દેહાત્માની ભિન્નતા વારંવાર અનુભવવાની ઇચ્છા વધતી જાય છે. તે ભેદજ્ઞાનનો વારંવાર અનુભવ કરવા શ્રી પ્રભુને પ્રાર્થના કરે છે. સ્થિરતામાં જતાં પહેલાં પૂર્વકર્મનાં જોરને કારણે જીવને વારંવાર વિનોનો અનુભવ કરવો પડે છે, અને તે અનુભવ જીવને પીડાનું કારણ થાય છે. આ પીડા પોતાની પૂર્વની ભૂલનું જ કારણ છે તેમ તે સહજતાએ સમજી શકે છે. આવા વારંવાર આવતાં વિપ્નોને તોડવા તે પ્રાર્થનાની સાથે ક્ષમાપનાનો આશ્રય લેવા માંડે છે. ક્ષમાપનાનું બળ વધતાં, પશ્ચાત્તાપપૂર્વક પૂર્વ કર્મોની ક્ષમા માગતા રહેવાથી આ વિદ્ગો ઘટતાં જાય છે. એટલે તે જીવ વધારે સ્વરૂપાનુસંધાન કરવા સમર્થ થાય છે. સ્વરૂપનું અનુસંધાન કરવા માટે તથા ભેદવિજ્ઞાન કરવા માટે સત્પરુષનો આશ્રય કરવો તે મુખ્ય બળ છે. આથી જીવને પ્રાથમિક અવસ્થામાં પ્રાર્થના કરવી એ મુખ્ય સાધન છે. પણ તેનાથી આગળની અવસ્થાએ જવા માટે, પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાને ચડવા માટે, સ્વરૂપની વિશેષ પ્રતીતિ મેળવવા માટે “ક્ષમાપના કરવાનું વિશેષ ઉપયોગી થાય છે. ક્ષમાપના કરતી વખતે જીવને પૂર્વ કર્મના દોષથી છૂટવાના ધ્યેય ઉપરાંત આત્મદશામાં આગળ વધવાનું લક્ષ પણ કેંદ્રમાં હોય છે. અત્યાર સુધી પોતે શુધ્ધનું રટણ કરવાનું રાખ્યું ન હતું તેથી પરિભ્રમણ ચાલુ રહ્યું એવી સમજ સ્પષ્ટ થવાથી હવે શુદ્ધિ મેળવવાના ભાવમાં વિશેષતાએ રહેવું છે એવો નિર્ણય જીવને થાય છે. શુદ્ધ થવાના રટણથી શુદ્ધ થવાય છે, તેની જાણકારીથી તે એ રટણ વધારે છે, અશુધ્ધથી બચવા પ્રયત્ન કરે છે, અત્યાર સુધી તે અશુદ્ધિમાં રાચતો હતો તે માટે પશ્ચાત્તાપી થઈ, શુદ્ધમાં રમમાણ થવાનો પુરુષાર્થ કરવા આતુર થાય છે. આ રીતે સત્પરુષના આશ્રયે કાર્ય કરતાં રહેવાથી જીવ બળવાન થતો જાય છે, વીર્ય ખીલતું જાય છે અને તેનો ઉપયોગ કરી જીવ પોતાની શુધ્ધતા વધારતો જાય છે. પોતાનાં મન, વચન તથા કાયાને પોતાની ઇચ્છા પ્રમાણે અત્યાર સુધી સ્વચ્છેદે વર્તવા દેતો હતો, તેને સપુરુષની
૨૫૬