________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
કષાય છે ત્યાં સુધી બંધન છે. સત્યવ્રતના પાલનથી આત્મા કષાયોને આમૂલ છેદી, ભવ્ય પુરુષાથી બની બારમા ક્ષીણમોહ ગુણસ્થાને પહોંચે છે. સત્યવ્રતનું પાલન થવાથી આત્માને સંસારપારની દશા મળે છે.
બારમા ક્ષીણમોહ ગુણસ્થાને મોહનીય સિવાયના ત્રણ ઘાતકર્મો કે જે પૂર્વના મોહના કારણે બંધાયા છે તેને છેદવા ઉત્તમોત્તમ પુરુષાર્થ આત્મા આદરે છે. એ ત્રણ ઘાતી કર્મોનો ઘાત કરવા ચાર મહાવ્રતના સથવારામાં અહિંસાવતને ઉત્તમતાએ ધારણ કરે છે. મોહનો ક્ષય હોવાથી અહિંસા તેની ચરમ સીમાએ પહોંચે છે, પરિણામે એકપણ નવું ઘાતકર્મ ઉમેરાતું નથી, પણ રહ્યાસહ્યા પૂર્વકૃત ઘાતકર્મો ક્ષીણ થઈ જાય છે. કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રકાશિત થાય છે. આમ સહુથી આધારભૂત અહિંસા વ્રત છે, તે એક વ્રતમાં બાકીનાં સર્વ વ્રત સમાઈ જાય છે. તેથી આ મૂળવતનાં પાલનની ઉત્કૃષ્ટતાના પ્રમાણમાં અન્ય સર્વ વ્રતોનું પાલન આપોઆપ થતું જાય છે, તેથી તો પ્રભુનું વચન છે કે “અહિંસા પરમો ધર્મ.”
પાંચે વ્રતને ઉત્તમતાએ પાળી શ્રી અરિહંત પ્રભુ આદિ પંચપરમેષ્ટિ ભગવંત જ્યારે સિધ્ધ થાય છે ત્યારે તેમણે ભાવેલા સર્વ જીવના કલ્યાણના ભાવ પૂરા થયા હોતા નથી. તેથી તે જીવો માટેના કલ્યાણભાવના પરમાણુઓ જગતમાં વેરતા જાય છે. જ્યારે જીવને પોતાનું કલ્યાણ કરવાના ભાવ જાગે ત્યારે પંચપરમેષ્ટિએ વેરેલા કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરી તે જીવ પોતાની પાત્રતા વધારી કલ્યાણ સન્મુખ થાય છે. એમાં પણ જે જીવ સ્વપર બંનેના કલ્યાણના ભાવ વિશેષતાએ ભાવે છે તે જીવ આવા કલ્યાણના પરમાણુઓ ઘણી મોટી સંખ્યામાં ગ્રહણ કરી શકે છે. અને એ ઉત્તમ પરમાણુઓનો યોગ્ય લાભ લઈ પોતાની પાત્રતા વધારે છે, સાથે સાથે પોતાની યોગ્યતાના પ્રમાણમાં અન્ય જીવોને પણ સ્વકલ્યાણ કરવા પ્રેરણા આપતા રહે છે. અને એમાંના કેટલાંક જીવો સ્વાર કલ્યાણના ભાવ જીવ સમસ્તને સ્પર્શ એટલા વિસ્તૃત કરે છે ત્યારે તેઓ ભાવિના પંચપરમેષ્ટિ પદમાં સમાવિષ્ટ થાય છે. આ રીતે પંચપરમેષ્ટિ ભગવંતનો સ્વાર કલ્યાણ કરવામાં અનન્ય ફાળો જોવા મળે છે. જે જીવોએ છદ્મસ્થ અવસ્થામાં જગતસ્પર્શી કલ્યાણભાવ વેદ્યા હોતા
૩૭૯