Book Title: Kevali Prabhuno Sath Volume 02
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 421
________________ કેવળી પ્રભુનો સાથ વંદન - શુદ્ધતા ઇચ્છતો જીવ જ્યારે વિનયભાવ સહિત સદેવ, સત્કર્મ અને સત્પુરુષોએ કરેલા ઉપકારના ઋણનો સ્વીકાર કરે છે તથા વિશેષ ઉપકાર કરે તે માટેની વિનંતિ કરે એ વિધિને વંદન કહે છે. વ્યવહાર અંતરાય – સંસારના ઇચ્છિત પદાર્થોની પ્રાપ્તિ થવા ન દે, તે પ્રાપ્તિથી વંચિત રાખે તે વ્યવહાર અંતરાય. વ્યવહા૨નય - રોજિંદા જીવનની પ્રવૃત્તિની અપેક્ષા અનુસાર કર્તવ્ય અકર્તવ્યનો નિર્ણય કરવો તે. શમ - ઉદયમાં આવેલા અને આવવાના કષાયોને શાંત કરવા તે શમ. શરણ – પોતાથી ઉચ્ચ આત્માની ઇચ્છાનુસાર પોતાનું વર્તન કરવાની ભાવના તે શરણ. શાતાવેદનીય - શાતાવેદનીય કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે. આ સુખમાં પાંચ ઇન્દ્રિય અને મનથી અનુભવતા પૌલિક સુખોની ગણતરી કરવામાં આવી છે. જીવની સુખની માન્યતા પ્રમાણે સુખ આપે, જે સાનુકૂળ સંજોગ તે શાતા વેદનીય. શાંતિ (આત્મશાંતિ) - શાંતિ એટલે શાંત થવું, શાંત રહેવું. શાંતિ આત્માનો મૂળભૂત ગુણ છે. જે પદાર્થ પોતાનાં નથી તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં સુખદુ:ખ કલ્પી જીવ શાંતિથી વંચિત થાય છે. જેમ જેમ કલ્પિત સુખબુદ્ધિ ટળતી જાય છે તેમ તેમ સ્વમાં એકાકારતા પ્રગટતી જાય છે. એ એકાકારતાના પ્રમાણમાં જીવની શાંતિ વધતી જાય છે. શુક્લધ્યાન - શુક્લધ્યાન એટલે આત્માની નિર્વિકલ્પ સ્થિતિ. શુદ્ધિ (આત્મશુદ્ધિ) - : - આત્માના પ્રદેશો પરથી જેટલા કર્મ ઓછાં થાય છે તેટલી તેની આત્મશુદ્ધિ વધે છે. ૪૦૦ શૂન્યતા - જીવ જ્યારે દેહ તથા ઇન્દ્રિયો સાથેનું એકપણું ત્યાગી પોતામાં એકાકાર - એકરૂપ થાય છે ત્યારે તે શૂન્યતામાં છે એમ કહેવાય છે. શૈલેશી અવસ્થા એટલે પર્વત) નિશ્ચળ દશા તે. આત્માની પર્વત જેવી (શૈલ - શોક નોકષાય - ૨ડવું, દિલગીર થવું, ગમગીની લાગવી, આદિ ક્રિયા અમુક નિમિત્તે થાય છે, અને તે શોક કહેવાય છે. શોકનું મુખ્ય કારણ ઇષ્ટ વિયોગ હોય છે, કોઈક વેળા વગર કારણે પણ સંભવે છે. શ્રાવક - ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતા ગૃહસ્થને શ્રાવક કહે છે. શ્રાવિકા - ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતી ગૃહિણીને શ્રાવિકા કહે છે. શ્રુતકેવળીપણું - સમ્યજ્ઞાન કેમ મેળવાય ત્યાંથી શરૂ કરી, શ્રેણિ માંડી કેવળજ્ઞાન કઇ રીતે લઇ શકાય તેની યથાર્થ જાણકારી આત્માર્થે આવે ત્યારે જઘન્ય શ્રુતકેવળીપણું આવે છે. આ જાણકારીમાં સૃષ્ટિરચનાની સમગ્ર જાણકારી ભળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું પ્રગટે છે. બીજી રીતે કહીએ તો શ્રી કેવળીપ્રભુને વર્તે છે એટલું જ જ્ઞાન શ્રુત અથવા અનુભવ રૂપે મળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું કહેવાય છે. શ્રેણિ - આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીનો વિકાસ જીવ માત્ર બે ઘડીમાં કરી શકે છે તેથી તે શ્રેણિ કહેવાય છે. શ્રેણિ બે પ્રકારે કહી છે: ઉપશમ અને ક્ષપક.

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448