________________
કેવળી પ્રભુનો સાથ
કેવળજ્ઞાન. પ્રત્યેક કેવળજ્ઞાનીને એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું જ્ઞાન પ્રવર્તે છે. ચારે ઘાતી કર્મોનો પૂર્ણ નાશ થાય ત્યારે જ આ જ્ઞાન
પ્રગટે છે. કેવળદર્શન-ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક પદાર્થનું
સમય સમયનું જોવાપણું તે કેવળદર્શન. કેવળીગમ્ય પ્રદેશ - કેવળીગમ્ય પ્રદેશ એટલે કેવળીપ્રભુ જેવા શુદ્ધ પ્રદેશો જેમાં માત્ર શુભ અઘાતી કર્મો જ હોય છે, એક પણ ઘાતી કર્મ કે અશુભ અઘાતી કર્મનું પરમાણુ તેના પર ચીટકી
શકતું નથી. આવા આઠ પ્રદેશ થાય છે. કેવળીપર્યાય - કેવળજ્ઞાન સહિતની અવસ્થા. કેવળીપ્રભુ - જેમણે સર્વ જીવ માટે કલ્યાણના ભાવ
ન કરતાં, અમુક જીવો માટે જ કલ્યાણભાવ વેદી, કેવળજ્ઞાન લીધું છે તે કેવળીપ્રભુ. કેવળીપ્રભુ છદ્મસ્થ અવસ્થામાં પંચપરમેષ્ટિની પદવી સ્પર્શતા નથી પણ સિદ્ધ થયા પછી પંચપરમેષ્ટિના બીજા પદ(સિધ્ધપદ)માં સ્થાન
પામે છે. ક્રોડાકોડી સાગરોપમ - એક કરોડ X એક કરોડ = ક્રોડાક્રોડી સાગરોપમ એટલે એક જોજન વ્યાસવાળો અને એક જોજન ઊંડો ખાડો ખોદવામાં આવે, અને તે ખાડો તાજા જન્મેલાં ઘેટાંના બચ્ચાનાં સૂક્ષ્મવાળથી ખીચોખીચ ભરવામાં આવે, તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે તેમાં જે સમય જાય તેને પલ્યોપમ કાળ કહે છે. અસંખ્ય પલ્યોપમ વીતવાથી એક
સાગરોપમ થાય છે. ક્રોધ કષાય - ક્રોધ એટલે અન્ય પદાર્થ કે જીવ પ્રતિ
જે અણગમાની લાગણી થાય છે, તેનું વેદન
કરવું, તે લાગણી પ્રગટ કરવી, અણગમતી વસ્તુ ન હોય તો સારું એવા ભાવમાં વર્તવું. આ લાગણીમાં આવેશ, તિરસ્કાર, અપમાન આદિ
સમાવેશ પામી ક્રોધની લાગણીને તીવ્ર કરે છે. ગણધરજી - ગણ એટલે શિષ્ય સમૂહ. ગણના
ધરનારને ગણધર કહે છે. ગણધર એટલે તીર્થકર ભગવાનના મૂળ શિષ્ય. તેમની અવસ્થા આચાર્યોમાં ઉત્તમ ગણાય છે. તેઓ યથાર્થતાએ પ્રભુનો બોધ અવધારી ઉત્તમ આજ્ઞાપાલન સાથે મોક્ષમાર્ગ આરાધે છે, તે બોધનો અને માર્ગનો ફેલાવો અન્ય ભવ્ય જીવો સમક્ષ કરે છે અને મુમુક્ષુઓને સાથ આપી મોક્ષમાર્ગમાં આગળ
વધારે છે. ગુણસ્થાન ગુણસ્થાનક - ગુણસ્થાન એટલે ગુણોના સમૂહને રહેવાની જગ્યા. જેટલા પ્રમાણમાં ગુણો ખીલ્યા હોય તેટલી વિશુદ્ધિ દર્શાવવા, આત્માના પૂર્ણ અજ્ઞાનતાથી શરૂ કરી, પૂર્ણ વિશુદ્ધિ સુધીના ચૌદ વિભાગ શ્રી વીતરાગ ભગવાને જણાવ્યા છે. અને તે પ્રત્યેક વિભાગને ગુણસ્થાન એવી સંજ્ઞા આપી છે. આત્મામાં જેટલા વધારે ગુણોની ખીલવણી થાય તેટલા ઊંચા ગુણસ્થાને તે રહ્યો કહેવાય. મોહનીય કર્મની તરતમતાને આધારે જીવમાં ગુણોની ખીલવણી થાય છે, તેથી જેટલા પ્રમાણમાં મોહનીય કર્મનો ક્ષયોપશમ વધારે તેટલું ઉચ્ચ ગુણસ્થાન તેને પ્રાપ્ત થાય. ગુણશ્રેણિ - પ્રત્યેક સમયે આત્માનાં ગુણો વધતા
જાય, આ વિકાસ જ્યાં સુધી અટકે નહિ ત્યાં સુધી ગુણશ્રેણિ કહેવાય છે. ગુપ્તિ - ગુપ્તિ એટલે મન, વચન અને કાયાનાં યોગનો વિરોધ કરવો કે જેથી અલ્પાતિઅલ્પ કર્મબંધ થાય અને બળવાન નિર્જરા થાય. ગુપ્તિ
૩૮૮