Book Title: Kevali Prabhuno Sath Volume 02
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 404
________________ પરિશિષ્ટ ૧ અપૂર્વકરણ - જે કરણમાં પહેલાં અને પાછલાં સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ જ હોય, તે અપૂર્વકરણ છે. તે કરણમાં પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવા પરિણામ દ્વિતીયાદિ સમયમાં કોઈ પણ જીવને ન હોય, તે પરિણામ વધતાં જ હોય. કહેવાય. અવધિજ્ઞાનવાળો જીવ એ રૂપી દ્રવ્યોને પોતાની મર્યાદાના પ્રમાણમાં, સૂક્ષ્મદર્શક યંત્ર કે ટેલિસ્કોપ કે આંખ આદિ ઇન્દ્રિયની સહાય વગર સીધેસીધા જાણી તથા જોઈ શકે છે. અપ્રમત્ત સંયમ - ક્યાંય પણ પ્રમાદ સેવ્યા વિના આશ્રવ દ્વારોને બંધ કરતા જવા તે અપ્રમત્ત સંયમ. અવિરતિ – થતા દોષોથી પાછા હઠવું તે વિરતિ. દોષની સમજણ હોય કે ન હોય, પણ પૂર્વ ઉપાર્જિત કર્મના જોરને કારણે કે અજ્ઞાનને કારણે થતા દોષ ન અટકાવવા કે ચલાવી લેવા તેનું નામ અવિરતિ. અભવીપણું – જે જીવને મોક્ષમાં જવાનું થતું નથી, તે અભવી છે. અંતવૃત્તિસ્પર્શ પહેલાં સહુ જીવ અભવી ગણાય છે. અવ્યાબાધ સુખ - જે સુખને કોઈ બાધી શકે નહિ, તોડી શકે નહિ તે અવ્યાબાધ સુખ. તે આત્માનો મૂળભૂત સ્વભાવ છે. અરતિ નોકષાય - ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાં મનનો અણગમો થવો તે અરતિ નામનો નોકષાય છે. સકારણ કે અકારણ અણગમો તે અરતિ. અશરણભાવના - સંસારમાં મરણસમયે જીવને શરણ આપનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું શરણ સત્ય છે એમ વિચારવું તે અશરણભાવના. અરિહંત પ્રભુ - અરિ એટલે શત્રુ. હંત એટલે જેનો નાશ થયો છે તે. અરિહંત એટલે જેમના તમામે તમામ શત્રુઓનો નાશ થયો છે તે. તીર્થકર પ્રભુને અરિહંત કહેવાય છે કેમકે તેમના સર્વ શત્રુઓ મિત્ર થઈ ગયા છે. અશાતાવેદનીય - અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુઃખનો અનુભવ કરે છે. શરીરમાં રોગ થાય, અશાંતિ અનુભવાય, શરીરમાં દુ:ખાવો થાય, શરીરનાં કરવા ધારેલાં હલનચલનમાં અડચણો ઊભી થાય, મગજમાં ઉકળાટ થયા કરે અર્થાત્ પ્રતિકૂળ સંજોગોથી વેદાતી અસુવિધા તે અશાતા વેદનીય છે. અરૂપીપણું - અરૂપી એટલે જુદા જુદા આકાર ધારણ કરવાના ગુણનો અભાવ અથવા એકરૂપી, જે રૂપ કે આકારમાં ફેરફાર થતો નથી તે. શુદ્ધ આત્મા આવો અરૂપી છે. અશુચિભાવના - આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગ જરાદિનું ધામ છે. આ શરીરથી હું ન્યારો છું એમ ભાવવું તે અશુચિભાવના. અવધિદર્શન - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રૂપી દ્રવ્યોનો સામાન્ય અવબોધ તે અવધિદર્શન. અવધિજ્ઞાન - અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્ય છે. જે દ્રવ્યને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી દ્રવ્ય અસત્ય – અસત્ય એટલે જે વસ્તુ કે વાત જે પ્રકારે છે તેને તેનાથી વિપરીતપણે જાણવી કે જણાવવી, બોલવી કે બોલાવવી, કરવી કે કરાવવી, અથવા તે સર્વની અનુમોદના કરવી. ૩૮૩

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448