________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
આ દેહને સમાધિદશા પામવા માટે જ સાચવ. તો જ આ દેહનો લાભ છે. કલ્યાણમૂર્તિ થઇ વર્તમાન દેહને સાર્થક કર.” “કોઈ જીવ સમય માત્ર માટે પણ તારાથી પીડા ન પામે, મન વચન કે કાયાથી તારાથી દુભાય નહિ એ માટે પ્રબળ પરમ પવિત્ર નિશ્ચય કરી, આ જીવનમાં આત્માની સિદ્ધિ અર્થે વણથંભ્યો પૂર ઝપાટે દોટ મૂક. કાળ તો હવે નહિવત્ શેષ છે. કાર્ય ઘણું છે. તો તું સંસારના સમસ્ત જીવો પ્રતિ પરમ ઉદાસીનભાવ રાખી આ જીવનને મંગળ, પવિત્ર તથા ધન્ય કરતો જા. વળી, પરમ વીતરાગદશા પામી, દેહનું ભાન છોડી, ભવોભવના જીવનને મંગળરૂપ કરી તું આ ક્ષેત્રની વિદાય લેજે.” “હે આત્મા! તું આ ક્ષેત્રે અલ્પકાળનો રહેવાસી છે. છતાં અનંતકાળ સુધી ચાલે એવું કાર્ય કરી લે. જે જીવો માનસિક, વાચિક તથા કાયિક પીડાઓ અનંત પ્રકારે ભોગવતા ફરે છે તેમને પરમ પવિત્ર માર્ગ બતાવી, સનું લક્ષ કરાવી તું ઋણથી મુક્તિ પામતો જા. તારા જીવનની પ્રત્યેક પળને હવેથી તું પર્યુષણ પર્વ જેવી મુલ્યવાન ગણી લેજે. પ્રત્યેક સમયનો ઝબકારો તને સૂચવે છે કે, “આત્મનું! તું ત્વરા કર.' સંસારી ભાવોનો સમર્થતાથી ત્યાગ કર, ત્યાગ કર. તે ત્યાગમાં જ પરમસુખ સમાયેલું છે. સંસારીભાવના ત્યાગમાં પરમપવિત્ર એવું સમ્યકજ્ઞાન રહેલું છે, એ જ્ઞાન એ જ કેવળજ્ઞાનની પવિત્ર શ્રેણિનું પ્રથમ પગથિયું છે. માટે તું ત્યાગ કર, ત્યાગ કર. કાળ તને ચાબખા મારે છે. તું સર્વથી પર બની, આત્માના ગુણોનું સંપૂર્ણ ભાન કર. હજુ વિશેષ જ્ઞાન અને શુદ્ધિ મેળવવા ખૂબ ખૂબ પુરુષાર્થ આદર. તારા ગુરુજી તારા અને અન્ય જીવોનાં લ્યાણાર્થે બધુંજ લુંટાવી દેશે. તેમની કરુણા અપરંપાર છે.”
શ્રી પ્રભુના આ બોધની મધુરતા સહુ કોઈને માટે ઉપકારી છે, અને માણવા જેવી પણ છે. પ્રભુનાં આ વચનો હૃદયગત કરી, હૃદયનાં તાણાવાણામાં ફેલાવી
૩૦૩