________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
માટે ખૂબ મોટા પ્રમાણમાં તેમણે વરસાવેલા કલ્યાણના પરમાણુઓ તે ગ્રહણ કરી શકે છે, જેટલા વિશેષ પ્રમાણમાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ થાય તેટલા ઓછા પ્રમાણમાં ઘાતકર્મો તથા અશુભ અઘાતી કર્મોનો આશ્રવ થાય છે. પરિણામે તે જીવ સમ્યક્દર્શન ગ્રહણ કરી આત્માનુભવમાંથી બહાર નીકળે છે ત્યારે તેનાં મિથ્યાત્વનાં ત્રણ વિભાગમાંથી મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય સત્તાગત રહે છે, એક માત્ર સમ્યકત્વ મોહનીય ઉદયમાં આવે છે જે તેના સમ્યક્દર્શનને વમાવી શકતું નથી, માત્ર અલ્પાંશે દૂષિત કરે છે. ચારિત્રમોહની અનંતાનુબંધી ચોકડી પણ સત્તાગત થઈ જાય છે, આને કારણે જીવ સદ્ગના કલ્યાણભાવનો સથવારો મેળવી વારંવાર આત્માનુભૂતિ પામવા સમર્થ થતો જાય છે. આત્માનુભવ કરવાની જીવની સમર્થતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તે પોતાના પુરુષાર્થથી સન્દુરુષના ભાવો ઉત્તમતાએ ગ્રહણ કરવા સમર્થ થતો જાય છે, અને પોતાનાં કેવળજ્ઞાનને વધારે નજીક ને નજીક લાવવા ભાગ્યશાળી બનતો જાય છે. તેના પુરુષાર્થના પ્રમાણમાં તે કેવળજ્ઞાનને પંદર ભવની મર્યાદાની અંદર લાવી, માત્ર એક ભવમાં જ કેવળજ્ઞાન લઈ શકે, એવો સમર્થ પણ થઈ શકે છે. આમ થવા માટે તેના ઉત્તમ પુરુષાર્થને એવો જ ઉત્તમ સગુનો સાથ મળવો જરૂરી છે. આ કાર્ય શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની સહાયથી થાય છે.
કરેલી વિચારણાનું વિહંગાવલોકન કરતાં સમજાય છે કે નિશ્ચયથી વ્યવહાર સમકિતથી પ્રગતિ કરી ઉપશમ સમકિત સુધી વિકાસ કરવામાં શ્રી સર્વજ્ઞ પ્રભુનો સાથ મુખ્યતાએ હોય છે. અસંખ્ય સમય સુધીની ભિન્નતા પામવા માટે માત્ર સર્વજ્ઞા પ્રભુની સહાય જ ઉપકારી છે, કારણકે કોઈ છમસ્થ જીવને અસંખ્ય સમયથી નાના કાળનું પ્રત્યક્ષ જ્ઞાન સંભવતું નથી. પરંતુ તેથી આગળના વિકાસ માટે ગુરુની સહાય ઘણી ઉપકારી થાય છે. એક બાજુ શિષ્ય સભાન પુરુષાર્થ આદરે છે અને બીજી બાજુ શ્રી સદગુરુની સરાગી અવસ્થા શિષ્ય માટે રાગભાવ વેદાવી આત્માર્થે આગળ વધારવા ઉત્સાહિત કરે છે. ગુરુ તથા શિષ્ય બંને પક્ષનો ઉત્તમ પુરુષાર્થ આત્મવિકાસની ઝડપ અનેકગણી વધારી શકે છે. શ્રી ગુરુની આત્મદશા જેટલી ઊંચી અને કલ્યાણભાવ જેટલો બળવાન અને તેના સાથમાં જ્ઞાનનાં આવરણનો ક્ષયોપશમ
૩૪૫