________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
ઓછો હોતો નથી. બીજી વખત નિર્વિકલ્પતામાં જતી વખતે જો તેની તાલાવેલી વધારે હોય અને પુરુષાર્થ પણ વિશેષ હોય તો તેના નિર્વિકલ્પતાના કાળમાં વધારો થાય છે, અથવા તો તે જીવ નાના કાળે પોતાનું નિર્વિકલ્પપણું અનુભવી શકે છે. અને જો તેના પુરુષાર્થમાં મંદતા હોય તો તે લાંબા ગાળા પછી શુક્લધ્યાનમાં જાય છે, પરંતુ શુક્લધ્યાનનો સમય ક્યારેય ઘટતો નથી. શુક્લધ્યાન એટલે આત્માની નિર્વિકલ્પ અવસ્થા. શુક્લધ્યાનની આ ખાસિયત એ પણ આત્માનો અપૂર્વ સ્વભાવ છે. એક વખત ઉત્તમની પ્રાપ્તિ કર્યા પછી તેમાં હાનિ ન થવા દેવી એ શુદ્ધિ તરફ જતા આત્માનું લક્ષણ દેખાય છે. આ નિર્વિકલ્પપણું ઉત્કૃષ્ટતાએ પહોંચી પૂર્ણતા પામી, આત્માને નિર્વિચારી બનાવે છે. પૂર્ણ નિર્વિકલ્પપણાની સમાધિ પ્રગટયા પછી તે સમાધિ અનંતાનંતકાળ માટે ટકી રહે છે. જે સ્થિતિ અનાદિકાળથી પ્રાપ્ત થઈ ન હતી, તે પ્રાપ્ત કરી અનંતકાળ માટે તેને ટકાવી રાખવી એ કલ્પી ન શકાય તેવી જીવની સિદ્ધિ છે. જે આત્માના સ્વભાવનું અપૂર્વપણું છે.
આ સિદ્ધિ મેળવવામાં શ્રી સત્પષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ સહુથી વિશેષ ઉપકારી છે. જે કક્ષાએ તે જીવ પહોંચ્યો છે, તે કક્ષાએ તેને સપુરુષ સાથે અભિનપણું વેદાય છે, અને આવું અભિન્નપણે વધારવા તે મથતો રહે છે. કોઈ પણ જીવ, જેણે ઘાતકર્મોનો સંપૂર્ણ ઘાત કરવો હોય તેણે આવી ઉત્તમ કક્ષાએ બિરાજતા સપુરુષનો આશ્રય કરવો અનિવાર્ય છે. તેમની આજ્ઞા વિના સ્વચ્છંદનો પૂર્ણતાએ રોધ થઈ શકતો ન હોવાથી, આજ્ઞા મેળવવા માટે પૂર્ણ શુધ્ધ થયેલા આત્માના શરણમાં રહેવું જરૂરી બને છે. આ કારણે ઉત્તમ સપુરુષ એ પૂર્ણ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત છે. પુરુષનાં આવા અનન્ય શરણને મેળવવા માટે એકત્વ અને લોકસ્વરૂપ ભાવના ખૂબ મદદરૂપ થાય છે.
એકત્વ ભાવના સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં જીવ પરપદાર્થમાં ઘણી ઘણી રીતે પોતાપણું અનુભવે છે. જે દેહમાં વસે છે તે મારો છે, કુટુંબ, દાસ, અનુચર, મિત્ર, ધન,
૨૭૧