________________
કેવળી પ્રભુનો સાથ
સમય માટે ચીટકી શકતો નથી. મોટી સ્થિતિ અથવા તીવ્ર રસબંધનું કારણ કષાય અને તેને લીધે આત્મામાંથી ઝરતી ચીકાશ છે. આ કષાય તથા ચીકાશનો અભાવ હોવાથી રસરહિતતાને કારણે એ જથ્થો એક સમય કરતાં વધારે સમય માટે આત્મા પર રહી શકતો નથી. તે જથ્થો પહેલા સમયે આવે છે, બીજા સમયે ભોગવાય છે અને ત્રીજા સમયે તે જથ્થો આત્મપ્રદેશ પરથી ખરી જાય છે. આમ માત્ર બે સમય માટે જ કેવળીપ્રભુનો આત્મા બંધન વેઠે છે. વળી, કર્મપ્રકૃતિ યોગના કારણથી નક્કી થાય છે. કષાયનો તેમને અભાવ હોવાથી તે કર્મ પરમાણુઓ તેમને માત્ર શાતાવેદનીયરૂપે જ પરિણમે છે. બાકીની કર્મની ૧૫૭ ઉત્તર પ્રકૃતિનો તેમને બંધ થતો જ નથી. આ બધી કર્મપ્રકૃતિના બંધ માટે કષાયનું અસ્તિત્વ જરૂરી છે. કષાયના પૂર્ણ અભાવને કારણે, બળવાન યોગના પ્રભાવથી આવતો સહુથી ઉત્કૃષ્ટ કર્મ ૫૨મણુઓનો જથ્થો પણ માત્ર શાતાવેદનીયરૂપે બંધાઈ બે સમયની અવિધમાં ખરી જાય છે, અને તેની સાથે છદ્મસ્થ અવસ્થામાં ગ્રહાયેલા નામ, ગોત્ર, આયુષ્ય તથા વેદનીયના કર્મ પરમાણુઓ ઉદય પ્રમાણે ભોગવાઇને ખરી જાય છે. આમ પૂર્વબધ્ધ આ ચાર કર્મો પણ ક્ષીણ થતાં જાય છે. જ્યારે આયુષ્ય કર્મનો છેલ્લો અંતર્મુહૂર્ત કાળ બાકી રહે છે ત્યારે બાકીના ત્રણ અઘાતી કર્મની પુણ્યપ્રકૃતિને સમકાળની કરવા માટે શ્રી કેવળીપ્રભુ કેવળી સમુદ્દાત કરે છે.
કેવળી સમુદ્દાતમાં પહેલા ચાર સમયમાં આત્માના પ્રદેશો આખા લોકમાં ફેલાય છે. આત્માના અસંખ્ય પ્રદેશો લોકના અસંખ્ય પ્રદેશો પર પથરાય છે. એટલે એ આત્મા વિસ્તૃત સ્વરૂપ ધારણ કરી લોક જેટલો મોટો થઈ જાય છે. એ ચાર સમયમાં આયુષ્યકાળ જેટલા કાળના અન્ય કર્મો બાકી રાખી, બાકીનાં સર્વ કર્મો આત્મા પ્રદેશોદયથી વેદી લોકમાં ખેરવી નાખે છે. અને તે પછીના ચાર સમયમાં એ આત્મપ્રદેશો સંકોચાઈને પોતાના શરીરમાં સમાઈ જાય છે. તે પછીથી આત્મા પોતાનાં અનંતવીર્યનો પ્રબળ ઉપયોગ કરી મન, વચન તથા કાયાના યોગને રુંધવા ચૌદમા અયોગી ગુણસ્થાને આવે છે. અંતર્મુહૂર્ત કાળમાં પહેલાં મનોયોગ, પછી વચનયોગ અને છેવટે કાયયોગને રુંધી પાંચ લઘુસ્વરના ઉચ્ચાર જેટલા નાના કાળમાં
૨૮૬