________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
વર્તવાનો નિશ્ચય, અને વિકલ્પ એટલે ધૂળ કે સૂક્ષ્મ વિચારરૂપ દ્વિધા. પ્રત્યેક જીવને સંકલ્પ પહેલાં છૂટે છે અને શ્રેણિમાં વિકલ્પ છૂટતાં જાય છે. મોહ સંપૂર્ણતાએ જાય ત્યારે આત્મા પૂર્ણતાએ નિર્વિકલ્પ થાય છે, ત્યાર પહેલાં વિકલ્પનું સંભવપણું રહે છે. આ વિકલ્પ રહિત સ્થિતિએ પહોંચવા માટે જીવને પોતાના સપુરુષાર્થ ઉપરાંત સપુરુષના સાથની ઘણી જરૂરિયાત રહે છે. માટે તેઓ પૂર્ણ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત છે એમ શ્રી જ્ઞાની ભગવંતોએ યથાર્થ રીતે કહ્યું છે.
છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર આત્માનાં ચાર ઘાતી કર્મોનો ક્ષય થયા પછી, તે આત્મા બાકીનાં ચાર અઘાતી કર્મો - આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય ભોગવતાં ભોગવતાં પણ સ્વરૂપસ્થિતિમાં વર્તી બાકીનો કાળ નિર્ગમન કરે છે. આ ચારે અઘાતી કર્મોની સ્થિતિ બળેલી સીંદરી જેવી થઈ જાય છે. સીંદરીનો આકાર દેખાય પણ તેનામાં બીજાને બંધન કરવાની શક્તિનો હ્રાસ થઈ ગયો હોય છે. રાપરૂપ થયેલી સીંદરીથી કોઈને બાંધી શકાતું નથી. તે જ રીતે આ ચારેને કર્મરૂપે ભોગવવા પડતાં હોવા છતાં તે આત્માને નવીન બંધનું કારણ થઈ શક્તાં નથી. પૂર્વે નિબંધન કરેલાં ચારે અઘાતી કર્મો જેમ જેમ ઉદયમાં આવે તેમ તેમ વીતરાગભાવથી વેદીને કેવળીપ્રભુ નિવૃત્ત કરતા જાય છે. - શ્રી પ્રભુને કેવળી પર્યાયમાં મન, વચન તથા કાયાના યોગ પ્રવર્તતાં હોવાથી અને તેમનું વીર્ય પૂર્ણતાએ ખીલ્યું હોવાથી, તે યોગની શક્તિથી કર્મ પરમાણુઓનો ઘણો મોટો જથ્થો તે શુધ્ધાત્મા પ્રતિ આવે છે. કર્મનાં પરમાણુના જથ્થાનો આધાર યોગની બળવત્તરતાનાં પ્રમાણમાં રહેતો હોવાથી શ્રી કેવળી પ્રભુ પાસે પરમાણુઓનો સૌથી મોટો જથ્થો આવે તે સ્વાભાવિક છે. પરંતુ યોગના જોડાણ વખતે કષાયનો અંશ પણ રહેલો ન હોવાથી તે આત્મામાંથી કોઇ પણ પ્રકારની લેશ માત્ર ચીકાશ ઝરતી નથી. આથી આવેલો પરમાણુઓનો વિશાળ જથ્થો આત્મપ્રદેશ પર એક સમયથી વધારે
૨૮૫