________________
કેવળી પ્રભુનો સાથ
સંપૂર્ણ નાશ થાય છે ત્યારે તે ક્ષાયિક સમકિતી બને છે. જીવ ક્ષાયિક સમકિત ચોથાથી સાતમા ગુણસ્થાન સુધીની કોઈ પણ દશાએ પામી શકે છે, ચોથા ગુણસ્થાનથી મિથ્યાત્વનો સંવર શરૂ થાય છે, અને ક્ષાયિક સમકિત પ્રગટતાં કર્માશ્રવનું એ દ્વાર બંધ થાય છે, અર્થાત્ તેનો પૂર્ણ સંવર થાય છે. અવિરતિનો અભાવ પાંચમા દેશવિરતિ નામના ગુણસ્થાનથી શરૂ થાય છે, અને સર્વવિરતિ નામક છઠ્ઠા ગુણસ્થાને જીવ પહોંચે છે ત્યારે તે આશ્રવ દ્વાર બંધ થઈ, સંવર પૂર્ણ થાય છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાને જીવને પ્રમાદનો જય થાય છે અર્થાત્ પ્રમાદનો સંવર શરૂ થાય છે, અને તે સંવર ક્ષપકશ્રેણિમાં વિશેષ વિશેષ સૂક્ષ્મ થઈ દશમાં ગુણસ્થાને પૂર્ણતા પામે છે. તે સાથે આઠમા અપૂર્વકરણ નામના ગુણસ્થાનથી ક્ષપકશ્રેણિનો કષાય જય શરૂ થાય છે, અને દશમાં સૂમ સંપાય નામના ગુણસ્થાને કષાયનું આશ્રવદ્વાર પૂર્ણતાએ બંધ થતાં, બારમા ક્ષીણમોહ ગુણસ્થાને આત્મા આવે છે, ત્યાં બાકીનાં ત્રણ ઘાતકર્મોનો ક્ષય કરી એ આત્મા કષાયથી છૂટી જાય છે. તે પછી ચૌદમા અયોગી કેવળી નામક ગુણસ્થાને આત્મા યોગને રુંધી, છેલ્લા આશ્રવ દ્વારનો પણ સંવર કરી સિદ્ધ થાય છે. આ પ્રકારે આત્માનો સંવર વધારવાનો ક્રમ પ્રત્યેક જીવ માટે શ્રી પ્રભુએ સમજાવ્યો છે.
| મિથ્યાત્વનો રોધ કરવા માટે પુરુષનો બોધ, તથા સંસારનાં વાસ્તવિક સ્વરૂપની જાણકારી ખૂબ ઉપકારી થાય છે. અવિરતિ તથા પ્રમાદનો જય કરવા માટે સત્સંગ ઉપકારી છે; અને પુરુષની આજ્ઞાએ ચાલી પાંચ મહાવ્રતનું પાલન; ઇર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ તથા પ્રતિષ્ઠાપના એ પાંચ સમિતિ પાળવી; મન, વચન તથા કાયાની ત્રણ ગુપ્તિ ધારવી; આર્જવ, માર્દવ આદિ દસલક્ષણી ધર્મનું પાલન કરવું; અનિત્ય, અશરણ, અશુચિ, એકત્વ આદિ બાર ભાવનાઓનું અનુપ્રેક્ષણ કરવું; બાવીસ પ્રકારના પરિષહનો જય કરવો; ચાર પ્રકારના ઉપસર્ગને સમભાવથી સેવવા; સામાયિક આદિ પાંચ પ્રકારનાં ચારિત્રનું યથાર્થ પાલન કરવું એ સર્વ વિશેષતાએ સંવરનાં કારણો છે.
પ્રમાદ છોડી યત્નાપૂર્વક પ્રવર્તવું તે સમિતિ, યોગનો નિરોધ કરવો તે ગુપ્તિ; દયા, ક્ષમાની પ્રધાનતા રાખવી તે ધર્મ, જીવાદિ તત્ત્વ તથા નિજસ્વરૂપનું ચિંતવન તે
૨૬૨