________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
શકે છે અને બીજા પાસે તેનું વર્ણન પણ કરી શકે છે. આ સમજણથી તેને જે દેહાદિમાં મારાપણું રાખ્યું છે તેની જડતાનો તથા પોતાના ચેતનગુણનો તથા જ્ઞાનગુણનો લક્ષ આવવા લાગે છે. તેની સાથે જીવનો સ્વભાવ સુખમય છે, સાત્વિક આનંદથી પરિપૂર્ણ છે તેની પ્રતીતિ પણ તેને આવતી જાય છે.
જીવ માત્ર સુખની શોધમાં પ્રવર્તે છે. સુખની પ્રાપ્તિ કરવા સહુ પ્રયત્નવાન હોય છે. તેમ છતાં સુખ મેળવવામાં બધા સફળ થતા નથી. પરંતુ જે જીવો સપુરુષનાં શરણે રહી આત્મસ્વરૂપને પામવાનો પુરુષાર્થ કરે છે તેઓ ક્રમે ક્રમે સ્વગુણ નિર્ભર નિરાકુળ સુખની ઝાંખી પામે છે અને છેવટે એ સુખની પ્રાપ્તિ કરે છે. જગતનાં કહેવાતાં સર્વ સુખો પરાવલંબી અને ક્ષણિક છે. ત્યારે આત્મામાંથી નિષ્પન્ન થતું સુખ નિજગુણનો અનુભવ કરાવનાર, આકુળતા વગરનું અને સદાકાળ રહેવાવાળું છે તે સમજ જીવને આવતી જાય છે. આ સમજણનાં અનુસંધાનમાં તેને સ્પષ્ટ થાય છે કે મારો આત્મા સમસ્ત શરીર, તેના વિકાર કે ફેરફારોથી અને કર્મકૃત વિક્રિયાઓથી જુદો છે. આમ શરીર આત્માથી ભિન્ન છે તેની સ્પષ્ટતા તેને આવતી જાય છે. તેથી, આત્મા શરીરમાં રહેતો હોવા છતાં શરીરથી ન્યારો છે એ અનુભવ કરવાની વૃત્તિ જાગે છે. અત્યાર સુધી તે આત્માને ઓળખવા કે જાણવા માટે તે મન તથા ઇન્દ્રિય પર આધાર રાખતો હતો, અને જેટલું અને જે કંઈ મન તથા ઇન્દ્રિય દ્વારા જાણી શકાય કે સમજી શકાય તેટલું જ તે માન્ય રાખતો હતો, તે દેહમાં જ એકરૂપ બની ઇન્દ્રિયોની મર્યાદામાં જ વર્તતો હતો, તેની માન્યતાની આ સ્થિતિમાં પરિવર્તન આવવું શરૂ થાય છે. દેહનું સંચાલન કરનાર, ઇન્દ્રિયોનું નિયમન કરનાર, તેને જોનાર તથા જાણનાર એ દેહથી ભિન્ન તત્ત્વ છે તેવી સમજણ સ્પષ્ટ થવા લાગે છે. એટલે કે પુરુષના સાથથી તેની દેહાત્મબુદ્ધિ અલ્પ થવા લાગે છે અને તે સમજે છે કે આત્મા એ ઇન્દ્રિયગ્રાહ્ય નહિ પણ અનુભવગ્રાહ્ય છે.
સપુરુષ જીવને દેહાત્મબુદ્ધિથી છોડાવી સ્વાત્મબુદ્ધિમાં જોડે છે. અને તેમ કરવામાં તેઓ બોધિદુર્લભ તથા ધર્મદુર્લભ ભાવનાનો સાથ લે છે.
૨૪૩