________________
મંત્રસ્મરણ
નિમિત્ત છે. અને ધ્યાનમાં જવા માટેનું મૂળ કારણ છે ગુરુદત્ત મંત્રનું ઇચ્છાપૂર્વક તથા ભાવપૂર્વકનું સતત રટણ. આથી આપણે અપેક્ષાએ કહી શકીએ કે મંત્રસ્મરણ એ પ્રાર્થના તથા ક્ષમાપનાનો સરવાળો છે. અલબત્ત, મંત્રસ્મરણ કરી ધ્યાનમાં જવા માટેની પાત્રતા કેળવવા માટે જીવે પ્રાર્થના તથા ક્ષમાપના કરતા રહી પોતાના વૈયક્તિક ધ્યેયને દૃઢ કરતા રહેવું જોઈએ; તે વિસરવા યોગ્ય નથી. પ્રાર્થના તથા ક્ષમાપનાની સહાયથી પાત્રતા કેળવ્યા પછી, આત્માનુભવમાં જવા માટે અને ટકવા માટે, અને તે પણ વારંવાર કરવા માટે “મંત્રસ્મરણ” જીવને ખૂબ જ મદદગાર થાય છે. આ અંગે વિશુદ્ધિકરણની ક્રિયા માટે ઘણું અગત્યનું છે.
‘મંત્ર' એટલે સૂત્રાત્મક વચન, જેમાં ઇચ્છિત સ્થિતિને મેળવવાની ચાવી કોઇકરૂપે ગૂંથાયેલી હોય છે; અર્થાત્ ઇચ્છિત દશા મેળવવાનું ભાવાત્મક ગૂંથન તેમાં હોય છે. મુખ્યતાએ જીવની આત્મવિશુદ્ધિ અર્થે અને ક્યારેક દુ:ખક્ષયના આશયથી સૂત્રાત્મક વચનનું રટણ કરવામાં આવે છે તેને “મંત્રસ્મરણ” કર્યું એમ કહેવામાં આવે છે.
સામાન્યપણે જેને અમુક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય છે; તે બીજા કોઈ જીવને એ પ્રકારની સિદ્ધિ મેળવવા માટેની ચાવીરૂપ માર્ગદર્શન રૂપે સૂત્રાત્મક વચન રટણ કરવા આપે તેવી પધ્ધતિ જોવામાં આવે છે. મૂળ આશય એ છે કે જેની પ્રાપ્તિ કરી સિદ્ધિ પામવી છે તેનું ટૂંકાણમાં માર્ગદર્શન મેળવી, અલ્પ પ્રયત્ન બહુલતાવાળું ફળ મેળવી લાભ લેવો. શ્રી ગુરુ પોતાના શિષ્યને આરાધનાથે મંત્ર આપતા હોય છે. તે મંત્રના ફળવાનો આધાર ગુરુની સત્પાત્રતા, શિષ્યની સત્પાત્રતા તથા શિષ્યની આરાધના એમ વિવિધ અંગો ઉપર નિર્ભર રહે છે. એકાદ અંગ નબળું હોય તો ધારી સિદ્ધિ મેળવી શકાતી નથી, મળતી નથી. અહીં આત્મશુદ્ધિ અર્થે કરવામાં આવતાં મંત્રસ્મરણની મુખ્યતાએ વિચારણા કરી છે, અન્ય લબ્ધિ, સિદ્ધિ પ્રગટાવવા માટે, દુ:ખક્ષયના હેતુથી તથા ભૌતિક પદાર્થોની પ્રાપ્તિના લાભાર્થે પણ મંત્રસ્મરણનું અનુષ્ઠાન કરવામાં આવે છે તેની ગણતરી કરી નથી. એ મંત્રસ્મરણમાં હેતુ ભિન્ન હોવાથી, ફળ ભિન્ન આવે છે, પરંતુ ક્રિયા લગભગ સરખી રહે છે.
૧૫૩