________________
ક્ષમાપના
શ્રી પ્રભુનું, પ્રભુના ધર્મનું તથા તે ધર્મમાર્ગે ચાલતા મુનિનું શરણ રહ્યા પછી, જીવ શરણ રહ્યા પહેલાં જે જે પાપકર્મ કર્યા હતાં તેનાથી છૂટવાની અભિલાષા સેવે છે. અને એ જ અભિલાષાથી “આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું.” એમ કહે છે. પશ્ચાત્તાપ કરવાથી, તેના વેદન દ્વારા સત્તાગત પાપો ઉદયગત પાપોની સાથે સાથે ખરી જાય છે એ સમજણનો લાભ લઈ જીવ બેવડા દોરે પાપ ખપાવે છે. આમ હળવાશ પકડતો આત્મા પરભાવથી છૂટી સ્વભાવમાં લીન થતાં શીખી જાય છે. કર્મ અપેક્ષાએ હળવાશ આવવાથી, જીવનાં આવરણો તૂટવાથી જીવનમાં વિચારો સ્થૂળતા ત્યાગી સૂક્ષ્મતા પ્રતિ ગમન કરે છે, અને આ સૂક્ષ્મતા તેને અંતરનાં ઊંડાણ સુધી લઈ જાય છે. આત્મા પોતાના સૂક્ષ્મ વિચારોનો દોર પકડી તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફા સુધી, હૃદયનાં અંત:સ્થળ સુધી પહોંચી જાય છે. પૂર્વ ભૂલોના યથાર્થ પશ્ચાત્તાપ સાથેનું સમ્યકુ ધર્મારાધન થતાં જીવ તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફામાં પહોંચી શુદ્ધ આત્માનુભવ થોડીક ક્ષણો માટે પામી શકે છે તેનું આલેખન ઉપરનાં વચનમાં થયેલું જોઈ શકાય છે. ધર્મોચિત વર્તન દ્વારા જીવ તત્ત્વચિંતનની ગુફા સુધી જાય છે એ બતાવવા જીવ ઉચ્ચારે છે કે, “જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું...” આ ચિંતનમાં તેને પોતાનાં શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ આવે છે. ચિંતનમાં પ્રભુનાં અભુત સ્વરૂપનો લક્ષ થવાથી, પોતાનાં શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ આવે છે; આ આશ્ચર્યચકિત કરતો અનુભવ જીવ આ રીતે વ્યક્ત કરે છે: “... તેમ તેમ તમારાં તત્ત્વનાં ચમત્કારો મારાં સ્વરૂપનો પ્રકાશ કરે છે.” જેમ જેમ ચિંતનનું તેનું ઊંડાણ વધતું જાય છે તેમ તેમ પ્રભુનાં શુદ્ધ આંતરસ્વરૂપનો પરિચય તેને વધતો જાય છે. શુદ્ધ સ્વરૂપમાં સમાયેલા કેટલાય ગુણો જીવને ચમત્કારિક લાગે છે, કારણ કે તેમાના મોટાભાગના ગુણોનો યથાર્થ પરિચય તેને ક્યારેય થયો નહોતો. હવે તે પરિચય થતાં આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. વળી પોતાનાં શુદ્ધાત્માનું સ્વરૂપ શ્રી પ્રભુના શુદ્ધાત્મા જેવું જ છે એ જાણકારી તેને વધારે નિમગ્નતામાં લઈ જાય છે. એ ઊંડાણભરી નિમગ્નતામાં આત્મસ્વરૂપનો જે પરિચય તેને થાય છે તેને આ રીતે વ્યક્ત કર્યો છે –
તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ
૧૦૩