Book Title: Kathasar
Author(s): Jain Yuth Foram
Publisher: Jain Yuth Foram

View full book text
Previous | Next

Page 24
________________ 2 jain કથાસાર (૪) પુંડરીક રાજાએ સ્વયંવેશ ધારણ કર્યો... દીક્ષા લીધી. છતાંય ગુરુ પાસે પુનઃ મહાવ્રતનું ઉચ્ચારણ કર્યું. પ્રથમ છઠ્ઠના પારણે ગુરુ આજ્ઞા લઈ વહોરવા ગયા. વૈરાગ્યની ધારા ઉત્કૃષ્ટ હતી તેથી નિરસ - રૂક્ષ આહાર લઈ આવ્યા. પાદ વિહાર, તપશ્ચર્યા અને રૂખા આહારથી દારૂણ પેટપીડા ઉત્પન્ન થઈ. અવસરોચિત અનશન ગ્રહણ કર્યું અને રાત્રે જ કાળધર્મ પામ્યા. સર્વાર્થસિદ્ધ અનત્તર વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. કંડરીક પ્રબળ ઈચ્છાથી રાજા બન્યા અને ત્રીજે દિવસે મૃત્યુ પામી સાતમી નરકમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન થયાં. વિષય-કષાય આત્માના મહાન લુંટારા છે. અનર્થની ખાણ છે. આત્મગુણોને માટે અગ્નિ અને ડાકુનું કામ કરવાવાળા છે. વિષય ભોગને વિષ અને કષાયને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. હૃષ્ટ–પષ્ટ શરીરનો ક્ષણભરમાં ખાત્મો બોલાવી દેનાર વિષ છે. જ્યારે અગ્નિ અલ્પ સમયમાં બધું જ ભસ્મ કરી નાખે છે. એ જ ન્યાયે વિષય-કષાય અલ્પ સમયમાં દીર્ઘકાળની આત્મ સાધનાને નષ્ટ કરી નાખે છે. વિષયભોગમાં અંધ બનેલ મણિરથ મદનરેખામાં અંધ બની નિરપરાધ નાના ભાઈની હત્યા કરે છે. સર્પદંશથી પોતાનું મૃત્યુ થતાં નરકમાં ચાલ્યો જાય છે. નિરંતર મા ખમણની તપશ્ચર્યા કરવાવાળા મહાતપસ્વી પણ જો કષાય કરે તો વારંવાર જન્મ-મરણ કરે છે. (સૂય. અ. ૨. ઉ. ૧)કષાય અને વિષયની તીવ્રતાવાળી વ્યકિત ચક્ષુહીન ન હોવા છતાં અંધ કહેવામાં આવી છે–મોહાંધ, વિષયાંધ, ક્રોધાંધ ઇત્યાદિ... ઉત્ત.અ.૧૯માં વિષયભોગને કિંપાગ ફળની ઉપમા આપી છે. જે ખાતાં તો મીઠાં લાગે છે પણ પછી પ્રાણ હરી લે છે. (૬) આ અંતિમ અધ્યયનમાં કામભોગોનું દુઃખમય પરિણામ અને સંયમના શ્રેષ્ઠ આનંદનું પરિણામ બતાવ્યું છે. ઓગણીસ અધ્યયનોન હાર્દ (૧) સંસાર ભ્રમણના દુઃખોની તુલનાએ સંયમના કષ્ટો નગણ્ય છે. સંયમથી અસ્થિર બનેલ આત્માને વિવેકથી સ્થિર કરવો જોઈએ. દા.ત. ભગવાન મહાવીરે મેઘમુનિને સ્થિર કર્યા. કોઈ કાર્યના મૌલિક આશયને સમજ્યા વિના નિર્ણય ન લેવો. શરીર ધર્મ સાધનાનું સાધન અને મુકિતમાર્ગનો સાથી હોવાથી આહાર દેવો પડે છે એવી વૃત્તિથી આહાર કરવો. જેમ કે શેઠે ચોરને આપ્યો. જીવનમાં પોતાના સાધ્ય પ્રત્યે દઢ શ્રદ્ધા હોવી જોઈએ. જિનદત્ત પુત્રને ઈડા પ્રત્યે હતી તેવી. (૪) ઇન્દ્રિય અને મનનો નિગ્રહ કરી આત્મસાધનામાં અગ્રેસર થવું. ગંભીર કાચબા સમાન. ચંચળ અને કૂતુહલવૃત્તિનો ત્યાગ કરવો. માર્ગભૂલેલા સાધકનો તિરસ્કાર ન કરતાં કુશળતા અને આત્મીયતાથી તેનો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરવો. દા.ત. પંથક. ઔષધ પ્રયોગમાં અત્યધિક સાવધાની રાખવી. કર્મ આત્માને લેપયુકત તુંબડાની સમાન ભારે બનાવી સંસારમાં ભટકાવે છે. ૧૮ પાપથી કર્મ પુષ્ટ થાય છે તેથી પાપનો ત્યાગ કરી કર્મની નિર્જરા કરવામાં સદા પુરુષાર્થ રત રહેવું. (૭) આત્મગુણોનો દિનપ્રતિદિન વિકાસ કરતા રહેવું. ધન્ના સાર્થવાહની ચોથી પુત્રવધૂ શેહિણીની જેમ. (૮) સાધનામય જીવનમાં અલ્પતમ માયા કપટ ન હોવું જોઈએ. માયા મિથ્યાત્વની જનની છે. સમકિતને નષ્ટ કરી સ્ત્રીપણું અપાવે છે. | (૯) સ્ત્રીઓના લોભામણા હાવભાવમાં ફસાવું નહિ. જિનપાલની જેમ દઢ રહેવું. (૧૦) જીવ પ્રયત્ન વિશેષથી ગુણોના શિખરને સર કરે છે અને અવિવેકથી અંધકારમય ગર્તામાં જાય છે. માટે સાવધાની પૂર્વક વિકાસ ઉન્મુખ બનવું જોઈએ. ચંદ્રમાની કળાની જેમ. (૧૧) પોતાના કે પરાયા દ્વારા કોઈપણ જાતનો પ્રતિકૂળ વ્યવહાર થાય તેને સમ્યક પ્રકારે સહન કરવો જોઈએ. ચોથા દાવદ્રવ વૃક્ષની જેમ. તેમાં સહજ પણ ઉણપ રહેશે તો સંયમની વિરાધના થશે. અન્ય ત્રણ પ્રકારના દાવદ્રવ વૃક્ષની જેમ. (૧૨) પુદ્ગલનો સ્વભાવ બદલાતો રહે છે. તેની પ્રત્યે ધૃણા કે આનંદ ન માનવો. સુબુદ્ધિ પ્રધાનની જેમ. (૧૩) સંત સમાગમ આત્મ વિકાસનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી સત્સંગ કરતા રહેવું. આત્મસાધનામાં પ્રમાદ આવતાં જીવ પશુ યોનિમાં જાય છે. ત્યાં પણ સંયોગ મળતાં જીવનને સફળ બનાવી શકે છે. નંદ મણિયારની જેમ. (૧૪) દુઃખ આવતાં ધર્મ પ્રત્યે રુચિ વધે છે. તેટલીપુત્ર પ્રધાનની જેમ. કિન્તુ સુખની પળોમાં ધર્મ કર્યો હોય તો દુઃખના દિવસો જોવા ન પડે. (૧૫) અનુભવી વૃદ્ધની સલાહ કયારેય અવગણવી નહિ. નંદી ફળ ન ખાવાનું સૂચન. (૧૬) મુનિને અભકિત-અશ્રદ્ધાથી દાન ન દેવું – નાગેશ્રી. જીવદયા અને અનુકંપાનું મહત્વ ધર્મચિ અણગારની જેમ સમજો. (૧૭) ઇન્દ્રિયના વિષયોમાં ફસાતાં સ્વતંત્રતા નષ્ટ પામે છે. આ કીર્ણ ઘોડાની જેમ. (૧૮)અનાસકત ભાવે આહાર કરવો. (૧૯) સાધનાયુકત જીવનમાં ધૈર્ય ધારણ કરવું. સંયમ ભ્રષ્ટ ભોગાસકત આત્મા દુઃખની પરંપરા વધારે છે – કંડરીક. દ્વિતીય શ્રુતસ્કંધ કાલીદેવી: રાજગૃહી નગરીમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. તે સમયે ચમરેન્દ્ર અસુરરાજની અગ્રમહિષી (પટ્ટરાણી) કાલીદેવી પોતાના સિંહાસન ઉપર બેઠી હતી. અચાનક જંબુદ્વીપ તરફ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતાં ભગવાન મહાવીરને જંબુદ્વીપના ભરત ક્ષેત્રની રાજગૃહી નગરીમાં બિરાજતા જોયા. તે જોતાં જ કાલીદેવી સિંહાસનથી નીચે ઉતરી જે દિશામાં ભગવાન મહાવીર હતા તે દિશામાં સાત-આઠ પગ આગળ જઈ પૃથ્વી ઉપર મસ્તક મૂકી વિધિવત્ વંદના કરી. ત્યારપછી ભગવાનની સમક્ષ પ્રત્યક્ષ વંદન-નમસ્કાર કરવાનો નિશ્ચય કર્યો. હજાર યોજન વિસ્તૃત વિમાનની વિક્રવણા કરવાનો આદેશ કર્યો. વિમાન તૈયાર થતાં પરિવાર સહિત ભગવાન

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 ... 305