________________
કલિકાલસર્વજ્ઞ
વિશ્વમાનવી મનથી પણ કોઈ પણ “જીવનો તનથી પણ કોઈ પ્રાણીનો હત્યારો ન બને અને અવેરે શમે વૅરની ભાવના, માનવહૃદયમાં જગાડતો રહે એવા પુણ્યાત્માની ભિક્ષા જગતના કલ્યાણ અર્થે, અહિંસા, પ્રેમ અને દયાધર્મ કાજે ગોચરીમાં માંગી રહ્યો છું.'
‘ગુરુદેવ... ધર્મલાભ થયો. આપની વાણીએ, મોહ, માયા અને સ્વાર્થની ભોગળો ભાંગી નાખી, મુક્તિના માર્ગની કેડીનો પાન્ધી મારો બાળક બની રહે જ્ઞાનની મૂર્તિ બની જગતના આંગણે જ્ઞાનનો પ્રકાશ પાથરતો રહે એવા સ્વાર્થ સાથે ગુરુદેવ ભવિષ્યના મારા બાળકને આપને શરણે ધરતાં હું આનંદ અને સંતોષના એક સત્કર્મ કર્યાની લાગણી અનુભવું છું. ભગવન્ત મારો લાડલો આજથી તમારે હવાલે સમજો.... પાહિનીદેવીના ગળે ડૂમો ભરાઈ ગયો આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં.
ધન્ય છે દેવી, તમારા અપૂર્વ ત્યાગને, તમારી ત્યાગની ભાવનાને, તમારાં જેવાં નારીરત્નો પાસેથી જ જગતના સર્વ ધર્મો શણગારાયેલા છે એવા પાંચ મહાવ્રતો – અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના પૂજારીઓ, આ સૃષ્ટિને સાંપડતા રહ્યા છે, ધન્ય છે દેવી તમને ધન્ય છે.” કહેતાં દેવચન્દ્રસૂરિ ધીમા પગલે પાહિનીની વિદાય લઈ ચાલી નીકળ્યા.
પાહિનીદેવી... ગુરુદેવને જતાં કેટલીય પળો સુધી જોતી રહી. બસ જોતી જ રહી...
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org