Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 199
________________ ૧૮૨ કલિકાલસર્વજ્ઞ "ગુર્જરેશ્વર નો જય હો... ભગવાન સોમનાથનો જય હો...આચાર્યશ્રી ગરવી ગુર્જર ભોમની યાત્રાએ નીકળ્યો હતો... જે ધરતી પર મા સરસ્વતીનાં બેસણાં હોય - વિદ્વત્તાની અજોડ મૂર્તિ સમા કલિકાલસર્વજ્ઞનો વાસ હોય... અને ભારતના અઢાર અઢાર દેશો પર જેના શૌર્યની કદી ન ભૂંસાય એવી વિજયશ્રી હોય એવા રાજાધિરાજ – કમેં ધર્મે રાજર્ષિ કુમારપાળ મહારાજનું તેજ સિંહાસન પર અવિરત તપતું હોય એવી મહાન પાટણનગરીના દર્શન કરતાં ધન્યતા અનુભવું છું... “મહારાજ, કલિકાલસર્વજ્ઞ આપના વિષે તો સસરાજી પાસેથી ઘણું સાંભળ્યું હતું... આપનાં દર્શનથી આજે ધન્ય થયો.” કવિ વિશ્વેશ્વરે એની કાવ્ય છટામાં નાનકડું ભાષણ આપી દીધું. “ામચન્દ્ર... કવિશ્વર આપણા મહેમાન છે. એમનું સંપૂર્ણ ધ્યાન રાખવાની જવાબદારી તમને સોંપું છું – તમે બને કવિ છો. એટલે આદાનપ્રદાનની પળો પણ રસિક બની રહેશે...” હેમચન્દ્રાચાર્યે કહ્યું.. થોડી વારમાં તાસકમાં પાણીના પ્યાલા આવ્યા... કવિશ્વર... સોમનાથ મહાદેવની છત્રછાયામાં અમારા ભાવબૃહસ્પતિજી છે તો ક્ષેમકુશળને ?” ભગવાન શંકરની કૃપા છે શ્વસુરજી ઉપર....' મહારાજ. આપને યાદ કરતા હતા... અને અનાયાસે આપનું મિલન પણ થઈ ગયું. બાકી તો અમે આપને તેમ જ ભાવબૃહસ્પતિજીને તેડવા માટે રથ મોકલવાના હતા.....” હેમચન્દ્રાચાર્યે કહ્યું. ગુર્જરેશ્વર. યાદ કરવાનું કારણ ?” કવિ વિશ્વેશ્વરે પૂછ્યું. મહારાજે. થોડા સમય પહેલાં જ ભગવાન સોમનાથના મંદિરના નવનિર્માણનો નિર્ણય લીધો છે. કાળની અને મોજાંની થાપટથી મંદિરને સારું એવું નુકસાન પહોંચ્યું છે. તો ચૌલુક્યવંશના રાજવીઓની પરંપરા મુજબ જીર્ણોદ્ધાર કરાવવાની તૈયારી ટૂંક સમયમાં શરૂ કરી શકાય. અને આ નવનિર્માણની જવાબદારી તમે સ્વીકારી લો એવી અમારી સૌની માગણી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210