Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 205
________________ ૧૮૮ કિલિકાલસર્વજ્ઞ આ બધાની આગતાસ્વાગતામાં આમતેમ દોડધામ કરી રહ્યા હતા. કવિ વિશ્વેશ્વર અને ભાવબૃહસ્પતિ મંદિરની અંદરની તૈયારીમાં વ્યસ્ત હતા. ઉદયન મંત્રી થોડાક નિષ્ક્રિય હતા... એક ખૂણામાં ઊભા ઊભા મહોત્સવની ગણાતી ઘડીઓમાં – આકાર લઈ રહેલી પરિસ્થિતિનો તાગ કાઢી રહ્યા હતા. સોમનાથ મંદિરના ભવ્ય પ્રવેશદ્વારની દોઢીએથી શરણાઈના સૂર હવામાં લહેરાઈ રહ્યા હતા. નોબત અને નગારા પર ઘા દેવાતા જતા હતા. ગુર્જરેશ્વર કુમારપાળનો જય...” રાજર્ષિ કુમારપાળ મહારાજનો જય... પ્રવેશદ્વાર પાસે એકત્રિત થયેલા જનસમૂહનો જયધ્વનિ મહારાજ કુમારપાળના આગમનની છડી પોકારતો ઊડ્યો. કલહનન હસ્તિરાજ પરથી કુમારપાળ સોમનાથની ધરતી પર ઊતર્યા એટલે પ્રભાસપાટણની કુંવારી કન્યાઓએ મહારાજની આરતી ઉતારી અક્ષતચંદનથી સ્વાગત કર્યું. આચાર્ય દેવબોધ, ભવાનીરાશિ, ભાવબૃહસ્પતિ, કવિ વિશ્વેશ્વર, ઉદયન મંત્રી, અને મહારાજની પાછળ આવી પહોંચેલા હેમચન્દ્રાચાર્ય અને એના શિષ્યોએ કુમારપાળું પ્રવેશદ્વાર પર સ્વાગત કર્યું. પવિત્ર શ્લોકોથી વાતાવરણ ગુંજી ઊડ્યું. - કુમારપાળ મહારાજે સોમનાથ મહાદેવના ભવ્ય મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે ભગવાન સોમનાથ મહાદેવના જયઘોષથી – મંદિરનો ગુંબજ ગુંજી ઊઠ્યો. કુમારપાળે જય ભોલેનાથ... જય સોમનાથ... જય મહાદેવ શંભુના જયજયકાર સાથે સોમનાથ મહાદેવના શિવલિંગને સાષ્ટાંગ દંડવતુ પ્રણામ કરતાં... કરચરણકૃત વાક કાયજ કર્મજકંવા ! શ્રવણ નયનવા માન સંવાડપરાધમ // વિહિતમ્ વિહિત વા સતમેતત ક્ષમસ્યા ! જય જય કરુણાબ્ધ શ્રી મહાદેવશલ્મો ' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210