________________
૧૦
કલિકાલસર્વજ્ઞ
બોલ્યા.
આજ્ઞા. ભાવબૃહસ્પતિજી...”
આજના શુભ અવસરે આપ છેક પાટણથી લાંબો પ્રવાસ કરીને બીજા છેડાના સોમનાથ મહાદેવજીના પ્રભાસ પાટણ કશા જ છોછ વગર પધારી ધર્મને સાચા અર્થમાં ઉજાળ્યો. એક સાચા જૈનનું જૈનત્વ – ધર્મમુ જયતિ શાસનમું – માં પ્રગટ કર્યું. – એ જગતના કોઈ પણ કાળના – કોઈ પણ ધર્મની – કોઈ પણ દિવસની – આજના દિવસની માંગ હતી. ભગવાન સોમનાથ મહાદેવની આરતી, આજે કલિકાલસર્વજ્ઞ તમે તમારા હાથે ઉતારો. મારા ભોળાશંભુની ઈચ્છા છે – આજ્ઞા છે.” ભાવબૃહસ્પતિ હેમચન્દ્રાચાર્યને ગર્ભદ્વારમાં શિવલિંગ પાસે દોરી જતા બોલ્યા.
કિવિ વિશ્વેશ્વરે હેમચન્દ્રાચાર્યના હાથમાં ઝળહળતી જ્યોત સાથેની આરતી આપી -
હેમચન્દ્રાચાર્યે ભાવવિભોર બની એક દષ્ટિ મંદિરમાં એકત્રિત થયેલા જનસમુદાય પર નાંખી.... અને સોમનાથ મહાદેવના ભવ્ય શિવલિંગ પર નજર સ્થિર કરતાં – નમસ્તકે, નતનયને આરતીની શરૂઆત એમના મધુર કંઠે કરી.
તે વંદે સાધુવંદ્ય સકુલગુણનિધિધ્વસ્તદોષદ્વિપંતમૂ | બુધ્ધવા વર્ધમાન શતદલ નિલય કેશવ વા શિવ તાં તે
તું ગમે તેવી પ્રકૃતિનો હોય, તારું ગમે તે નામ હોય, તારો ગમે તેટલો કાળ હોય, તોપણ તારી સ્થિતિ છે જેનામાં પાપકર્મ નથી અને જેના કર્મથી પાપવાસનાનો પરિણામ થતો નથી, એવો તું એક ઈશ્વર છે – જે આ ભવ્ય શિવાલયમાં કૈલાસવાસી મહાદેવ રૂપે નિઃશક બિરાજે છે. એને હું નમસ્કાર કરું છું...'
માયા જે અવતારનું બીજક છે તે માયાનો પાશ જેણે તોડ્યો છે તે પછી બ્રહ્મા, વિષ્ણુ કે શિવ, બુદ્ધ કે મહાવીર, ગમે તે હોય તેને મારી આ પ્રાર્થના છે.
Jain Educationa International
For Personal and Private Use Only
WWW.jainelibrary.org