Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 208
________________ કલિકાલસર્વજ્ઞ ૧૯૧ આરતી પૂરી થતાં હેમચન્દ્રાચાર્યે સોમનાથ મહાદેવને સાષ્ટાંગ દંડવત્ કર્યા અને મંદિરના પ્રાંગણમાંથી ભોળેનાથ સોમનાથ મહાદેવનો જય... હેમચન્દ્રાચાર્ય મહારાજનો જય... રાજર્ષિ કુમારપાળ મહારાજનો જય... - ના જયઘોષ – આનંદ અને ઉત્સવનું વાતાવરણ સર્જતા ઊડ્યા. રામચ. મહારાજ.” જ્ઞા, ગુરુદેવ.” “વત્સ, આસન કરાવો.... પરભોમના તેડાં આવ્યાં છે.' ગુરુદેવ.' રામચન્દ્રસૂરિ ગુરુના પગ પકડતાં રડી પડ્યા. ગુર્જરેશ્વર પણ ઢીલા પડી ગયા. વત્સ આ મોહ સાધુત્વના શિખરે પહોંચેલા મારા રામચન્દ્ર માટે ન હોય, મન દઢ કરો, બુદ્ધિ સ્થિર કરો, જિંદગીની અંતિમ પળનો આનંદોત્સવ મનાવો. આત્મા નામનું પંખી એનો માળો બદલી રહ્યું છે. વત્સ એનો શોક ન હોય.... આનંદ હોય.' કુમારપાળ મહારાજને વૃદ્ધ ગુરુની લથડેલી તબિયતના સમાચાર મળતાં એ દોડી આવ્યા અને સૂતેલા હેમચન્દ્રાચાર્યજીના પગ પકડી રડી પડ્યા. વૈદ્ય, હકીમોનો કાફલો અપાસરામાં આવી પહોંચ્યો, ત્યારે હેમચન્દ્રાચાર્યે કુમારપાળને એક શ્લોક સંભળાવી રહ્યા હતા. નૈનમ્ છિન્દતી શસ્ત્રાણી – નૈનંમ્ દહતી પાક....” મહારાજ કેટલાય દાયકાનું એકબીજાનું સાંનિધ્ય, આપણે માથું કેટકેટલો સત્સંગ કર્યો. ધર્મચર્ચા કરી. આત્માને જાણવાનો, માણવાનો, આત્મામાં મહાલવાનો સુયોગ કર્યો પછી આ શોક આત્માને જાણનારા ગુજરશ્વર આપને શોભે નહીં.” અનંતધામની યાત્રાએ પ્રસ્થાન કરશો - મળેલી જિંદગીને જીવતરને આત્માના તાંતણે પરોવી લ્યો. જિંદગી જીવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210