Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 210
________________ ગુરુદેવ આ ધરતી પર અવતરીને હૈયામાં ઊઠતા મારા આ આત્માનું શું? આ જનમ શું છે? આ દેહ શું છે? આ જગત, આ માણસો, ચોરાસી લાખ યોનિ, આ જીવ, આ બધું શું છે? માનવે સુખદુઃખના દાવાનળોમાં સળગતા જ રહેવાનું? પશુ, પંખી, માનવ સમસ્ત સૃષ્ટિને આ કર્મયજ્ઞમાં હોમાતા જ રહેવાનું... ગુરુદેવ... મુક્તિ મોક્ષ શી ચીજ છે? ગુરુદેવ સચારિત્રરૂપી વહાણથી મને આ સંસારસમુદ્રને તરાવો.' ' - ચાંગ ગુરુદેવ... અજ્ઞાનનાં પડળ આપની વાણીથી ખૂલી ગયાં. મારો ચાંગ કુબેરના ધનભંડારના મેરુ પર આરોહણ કરી કાળની ક્ષણિક પળો પૂરતો કુબેરપતિ’ કહેવરાવે એ કરતાં અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આદિના ઉત્તુંગ - સનાતન શિખરો પર બિરાજી જગતના સર્વ જીવોના કલ્યાણ માટેની જ્ઞાનની ગંગા વહેવડાવતો ભગીરથ બની રહે એવી જ મારા જીવનની મનોકામના છે ગુરુદેવ...” - ચાંચદેવ પુસ્તકમાંથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210